શોધખોળ કરો

ધંધુકા હત્યાકાંડ મુદ્દે કોંગ્રેસના નેતાનું મોટું નિવેદનઃ 'ચૂંટણીમાં હાર ભાળી જતા હિન્દુ - મુસ્લિમ કરાવવા નીકળ્યા છે'

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ધંધુકા મુલાકાત અંગે કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. લાઠીના ધારાસભ્યે મુલાકાતને બહેકાવવા માટેની મુલાકાત ગણાવી. લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ પર કર્યા પ્રહાર.

અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ધંધુકા મુલાકાત અંગે કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. લાઠીના ધારાસભ્યે મુલાકાતને બહેકાવવા માટેની મુલાકાત ગણાવી. લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ પર કર્યા પ્રહાર. ધંધુકામાં જે બનાવ બન્યો તે દુઃખદ છે. ધંધુકા અને પાટણના બનાવને ધર્મ સાથે જોડવામાં આવે છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ધર્મની આ નીતિથી બહાર આવવા વિનંતી.

તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હાર ભાળી જતા હિન્દુ - મુસ્લિમ કરાવવા નીકળ્યા છે. ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો થઈ છે. છેલ્લા બે વર્ષમાં 1944 હત્યા, 1853 હત્યાના પ્રયાસ થયા. છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કાર, 4829 અપહરણ થયા. 14થી વધુ લોકોએ આત્મહત્યા કરી, પાટીદાર આંદોલનમાં યુવાનોની હત્યા થઈ. આ બનાવો સમયે ભાજપના નેતાઓનું પેટનું પાણી નહોતું હાલ્યું. હિંદુ - મુસ્લિમ કરીને ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે.

ધંધુકા કિશન હત્યા કેસનો મામલામાં હવે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલાની પૂછપરછમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.  તહેરીક -એ- નમુસ-એ રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. મૌલાના પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો છે. કટ્ટરવાદીઓ મુંબઈ, દિલ્લી અને યુપીમાં સંગઠનો ચલાવતા હોવાની માહિતી સામે આવી રહી છે. મસ્જિદની પાછળના ભાગમાંથી પોલીસને બંદૂક અને બાઈક મળી આવી છે. 

આ હત્યા કેસમાં રાજકોટ કનેશનલ સામે આવ્યું છે.  રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પુરા પાડયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોરડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું. મૌલવી હથિયાર આપનાર વસીમ બચાને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેને અમદાવાદ લાવવા પોલીસની ટીમ રવાના થઈ છે. 

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં અમદાવાદના એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપીનો સમાવેશ થાય છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.

હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. કિશન ભરવાડ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. 

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. અન્ય બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   અમદાવાદના મૌલવીએ આરોપીને હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બાઈક ચલાવનાર આરોપીનું નામ ઈમ્તિયાઝ ઉર્ફ ઈમ્તુ મહેબૂબ પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એક વર્ષ પહેલા દિલ્હી ખાતેના એક મૌલાનાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીના મૌલાના ખાસ સંગઠન ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. 

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને યુવકોએ કિશનની રેકી કરીને હત્યા કરી હતી. બાઇક ઈમ્તિયાઝ નામનો યુવક ચલાવી રહ્યો હતો તો તેની પાછળ બેસેલા શબ્બીરે કિશન પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શબ્બીર કટ્ટર વિચાર ધરાવનારો છે. તે અમદાવાદ અને દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. બંને મૌલવીઓએ તેને ધર્મની બાબતમાં ઉશ્કેર્યો હતો. એવામાં કિશને 6 જાન્યુઆરીના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી.  જેને લઈ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી.  જો કે, તેને જામીન મળી જતાં શબ્બીર ગુસ્સે ભરાયો હતો. શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી મહંમદ ઐયૂબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો. આ મૌલવીએ જ કિશનની હત્યા માટે શબ્બીરને એક પિસ્તોલ અને 5 કાર્ટિસની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં શબ્બીરે ઈમ્યિતાઝ સાથે મળી 25 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યે કિશનની ધંધુકા શહેરના મોઢવાડાના નાકે ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં ત્રણેય આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના રિમાંડ મંજૂર કરાયા છે.

આ અગાઉ ગઇકાલે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Embed widget