શોધખોળ કરો

'બનાસકાંઠામાં ભાજપ બહારથી મતદારો લાવી રહ્યું છે'- ગેનીબેને ભાજપ પર મતદાર સેટલમેન્ટ કરવાનો લગાવ્યો આરોપ

બનાસકાંઠા બેઠક પર ભાજપે ડૉ. રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તો વળી, કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે કેમ્પેઇનિંગ શરૂ કરી દીધુ છે, પરંતુ ગુજરાતમાં અમૂક બેઠકો પર ભાજપ ફસાયુ છે. હાલમાં રાજ્યમાં રૂપાલા વિવાદ ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે, તો બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે. હાલમાં જ ગેનીબેન ઠાકોરે ભાજપને ફરી આડા હાથે લીધુ છે. એક જાહેરસભા દરમિયાન ગેનીબેન ઠાકોરને આરોપ લગાવ્યો છે કે, ભાજપ મતદારોનું સેટલમેન્ટ કરી રહી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મતદારો લાવવાનું ભાજપે શરૂ કર્યુ છે, ભાજપને હવે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર વિશ્વાસ નથી રહ્યો.

બનાસકાંઠા બેઠક પર ભાજપે ડૉ. રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તો વળી, કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે, આ બેઠક પર બે બહેનો આમને સામને ચૂંટણી મેદાનમાં છે. હાલમાં જ બનાસકાંઠા બેઠક પર મતદારોને લઇને ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધ્યુ છે, અને સાથે મતદારો સેટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. ગેનીબેન ઠાકોર એક સભા દરમિયાન કહ્યું કે, ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલાઇ છે. હવે ભાજપને જીતવું અઘરૂ લાગી રહ્યું છે. ભાજપને બનાસકાંઠાના 20 લાખ મતદારો પર વિશ્વાસ રહ્યો નથી. જેથી વડગામના મતદારોને કેન્સલ કરીને પાલનપુર લાવી રહ્યાં છે, રાધનપુરના મતદારોને ભાભર લાવી રહ્યાં છે. ગેનીબેન ઠાકોરે આકરા શબ્દોમાં કહ્યું કે, જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના દાવા પોકળ સાબિત થયા છે.

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર 3,43,122
ચોધરી 2,70,950
અનુ.જાતિ 1,60,321
રબારી 1,58,005
રાજપૂત 66,497
બ્રાહ્મણ 95,610
પ્રજાપતિ 68,563
અનુ.જનજાતિ 171,632
દરબાર 71,450
મુસ્લિમ 96,242
પાટીદાર 39,345
માળી 47,635
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Embed widget