LokSabha: સવાર સવારમાં જ આ 6 થી 7 જગ્યાએ EVM મશીન ખોટકાયું, મતદારો વૉટિંગ કર્યા પરત ફર્યા
સવાર સવારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મતવિસ્તારમાં જ EVM મશીન ખોટકાયુ હતુ, નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ

LokSabha Election: ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, આજે તમામ 26 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. લોકસભા મતદાનની સાથે સાથે આજે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. લોકશાહીના આ મોટા પર્વને લોકો ધામધૂમથી ઉજવી રહ્યાં છે, પરંતુ આ બધાની ગુજરાતમાં કેટલીક જગ્યાએથી ખરાબ સમાચારો પણ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, સવાર સવારમાં જ ગુજરાતમાં 6 થી 7 જગ્યાએ EVM મશીન ખોટકાયા છે, અને કેટલાય મતદારોને મતદાન કર્યા વિના જ પાછું ફરવું પડ્યુ હતુ. જાણો ગુજરાતમાં ક્યા ક્યાં EVM મશીનો ખોટકાયા....
સવાર સવારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મતવિસ્તારમાં જ EVM મશીન ખોટકાયુ હતુ, નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ. EVM બંધ થતા MLA રાકેશ દેસાઈ પરત ફર્યા હતા. બાદમાં EVM બદલવાની પ્રક્રિયા અને કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરાઇ હતી.
ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ.
આ ઉપરાંત નવસારીમાં બૂથ નંબર-9 પર EVM બંધ પડી ગયું હતુ. EVM બંધ પડતાં અહીં મતદાન 30 મિનિટ મોડું શરૂ કરાયુ હતુ.
જુનાગઢમાં પ્રાથમિક શાળા નં-4માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન બદલવામાં આવ્યુ હતુ, અચાનક મશીન ખોટકાતા મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ.
મોરબીમાં EVMમાં ટેકનિકલ ખામીથી મશીન ખોટકાયુ હતુ. મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, જેના કારણે મતદાન અટક્યું હતુ.
વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
