Mahisagar: વરઘોડા પર કાર ફરી વળી, 2 લોકોનાં મોત, 25 ઘાયલ
બાલાસિનોર ગમખ્વાર અકસ્માત મામલે આજે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
Mahisagar: બાલાસિનોર શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે જઈ રહેલા વરઘોડા ઉપર કાર ફરી વળી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડા સાથે આ દુર્ઘટના બની હતી. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે બાલાસિનોર શહેરની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા.
જિલ્લા પોલીસ વડાએ લીધી મુલાકાત
બાલાસિનોર ગમખ્વાર અકસ્માત મામલે આજે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલ જઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. વરઘોડા પર પૂરઝડપે ધસી આવેલી કારના સીસીટીવી સીમે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી છે. કાર ચાલકે દારૂ પીધો હતો કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પતિએ બનાવી લીધો વીડિયો ને પછી....
સુરતના સિંગણપોરના એમ્બ્રોઈડરીનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો હતો. મહિલાએ સંબંધ કેળવ્યા બાદ ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધીને વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ રોકડા પાંચ લાખ સહિત ફ્લેટ પચાવી પાડ્યો હતો. પોલીસે હર્ષા જોષી, તેના પતિ પરેશ જોષી અને સંબંધીની ધરપકડ કરી છે.
સિંગણપોર ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ ભાવનગરના ઉમરાળાના વતની 40 વર્ષીય વ્યક્તિ એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 2006માં ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતો હતો તે સમયે તેના કારખાનાની સામે હર્ષા જોષી તથા તેનો પતિ પરેશ જોષી રહેવા આવ્યા હતા. બંન વચ્ચે રોજની આવનજાવનના પગલે પરિચય થયો હતો. હર્ષા જોષીએ કારખાનેદારને એમ કહ્યું હતું કે, તેનો પતિ બેકાર છે. નોકરીએ રાખી લો તો સારું. જે તે સમયે દિનેશે પરેશને નોકરીએ રાખી લીધો હતો. બાદમાં હર્ષાએ તેને પ્રેમ કરે છે કહી ઘરે બોલાવ્યો હતો. હર્ષાના ઘરે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે પછી પરેશ જોષીએ પોત પ્રકાશ્યું હતું અને પાંચ લાખ પડાવી લીધા હતા. થોડા સમય પહેલા જોશી પરિવાર કતારગામમાં લલીતા ચોકડી નજીકના પાર્વતી નગરમાં રહેવા આવી ગયો હતો.
હર્ષાએ ફરીવાર કારખાનેદારનો સંપર્ક કર્યો હતો અને જૂની વાતો ભૂલી જાવ, આપણે મળીએ તેમ કહી જાળમાં ફસાવી ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત જૂનો વીડિયો બતાવી હર્ષા, તેના પતિ તથા ત્રણ સાગરિતોએ ફ્લેટનો બળજબરીપૂર્વક કબ્જો લઇ લીધો હતો. ઉપરાંત બ્લેકમેલ કરીને ઘરે જઈને માર માર્યો હતો. આ બાબતે કારખાનેદારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હર્ષા, તેના પતિની ધરપકડ કરી હતી.