(Source: ECI/ABP News/ABP Majha)
મહીસાગરઃ સંતરામપુર પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત
મહીસાગરમાં એસ.ટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા છે
મહીસાગરઃ મહીસાગરમાં એસ.ટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. અમદાવાદ ઝાલોદ બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી જયદીપ લાલસિંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીતિન પટેલનું મોટું નિવેદન
અમદાવાદઃ કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાંમોત થયાં એ ઘટના ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે. ગુજરાતીઓ આ રીતે વિદેશ જવાની લાલચમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં જીવ ગુમાવે છે તેની ટીકા પણ થઈ રહી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું છે.
નીતિન પટેલે કહ્યું કે, આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે તેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે. નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શસાન પર દોષનો ટોપલો ઢોળ્યો છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં પચીસ વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લાં સાત વરસથી ભાજપની સરકાર છે.
કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.