Gujarat Politics: ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર, જાણો કોને મળી કઈ જવાબદારી
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યો છે. વિધાનસભામાં મળેલી હાર બાદ આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે.

અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યો છે. વિધાનસભામાં મળેલી હાર બાદ આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. 31 જિલ્લાઓના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પ્રમુખ બીપીન પટેલને બનાવવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ ગ્રામીણ પ્રમુખ તરીકે કિરણ પટેલની વરણી કરવામાં આવી છે.
સૌ નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન pic.twitter.com/OK3DoX2YUS
— AAP Gujarat (@AAPGujarat) February 11, 2023
બીજેપીએ કોંગ્રેસને આપ્યો ઝટકો
ગાંધીનગર: આણંદ અને ખેડા બંને જિલ્લાની સયુંકત ડેરી એટલે અમૂલ બ્રાન્ડ. હવે અમૂલ ડેરીના 4 ડિરેક્ટર્સ આજે ભાજપમાં જોડાયા છે. આ ચારેય ડિરેક્ટર્સ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હવે આ મામલે ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આ કામગીરી ચાલી રહી છે.
ભૂતકાળમાં સહકારી સંસ્થાઓ કોંગ્રેસ હસ્તક હતી. સહકારી નાણાંનો દુરુપયોગ અને ગેરરીતિ ચાલતી હતી. ખેડૂતો અને પશુપાલકોને નુકશાન થઈ રહ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં અનેક સહકારી બેંક, એપીએમસી અને દૂધ સંઘ ભાજપના આગેવાનો આવ્યા છે. હવે ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે. ચોથા ડાયરેકટર ઘેલાભાઈ ઝાલા પણ ભાજપમાં જોડાયા છે. આગામી દિવસોમાં વધુ 2 ડાયરેકટર પણ ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા હતા આગામી 14 ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદક સઘની ચૂંટણી યોજાવાની છે.
નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો
ગાંધીનગર: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ 15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
