Suicide: વલસાડમાં બેંક અધિકારીને પત્નીની એવી વાત ખબર પડી ગઈ કે આખરે કરી લીધી આત્મહત્યા
Suicide: વલસાડમાં બેંક મેનેજરની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. બેંક મેનેજરની આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બેંક મેનેજરે આત્મહત્યા પોતાની પત્નીના કારણે કરી હોવાનું જણાવ્યું હતું.
Suicide: વલસાડમાં કોટક મહેન્દ્ર બેંકના મેનેજરની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. બેંક મેનેજરની આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બેંક મેનેજરે આત્મહત્યા પોતાની પત્નીના કારણે કરી હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પોતાની પત્નીનું અન્ય ઈસમ સાથે અફેર હોવા છતાં પોતાની પત્નીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. વારંવાર સમજાવવા છતાં પત્ની સમજી નહીં અને પત્નીએ મરી જવાનું કહેતા બેંક મેનેજરે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું જેને લઈને પરિવારજનોએ પણ સમગ્ર મામલે ન્યાયની માંગ કરી છે.
બેંક મેનેજરનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો
વલસાડ નજીક જુજવા ગામ ખાતે આવેલ કુબેર રેસિડન્સીમાં રહેતાં અને વાપી કોટક બેંકમાં નોકરી કરતા ૩૫ વર્ષના કવલજિતસિંગએ થોડા દિવસ પહેલા પોતાના મકાનમાં આત્મહત્યા કરી હતી. બેંક મેનેજરની આત્મહત્યા પ્રકરણમાં બેંક મેનેજરનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવયો હતો. જેમાં પત્ની ભૂમિકાને અનહદ પ્રેમ કરતો હોય પત્નીના બીજા સાથેનાં પ્રેમ સંબંધ સહન નહીં કરી શકતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે
સાથે બેંક મેનેજરે વીડિયોમાં જણાવ્યું હતું કે પોતાના મોબાઈલમાં સેફ ફાઈલમાં તમામ પુરાવાઓ રાખ્યાં છે, થોડાં પુરાવા ડ્રાઈવમાં ઉપરાંત એક ઓડિયો ટેપ પણ બહાર આવી છે. પત્નીને ઘણી સમજાવી પણ ન સમજી. સાથે બેંક મેનેજર પોતાની પત્નીને સમજાવવા જતા પત્નીએ બેંક મેનેજરને મરી જવા માટે કહ્યું હોવાનું સામે આવ્યું છે. મેનેજરનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવતા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે તો પરિવારજનો પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરી રહયા છે.
પુત્રવધુ પર પણ કાર્યવાહી થાય તેવી માંગ
સમગ્ર મામલે આ વીડિયો બહાર આવતા પરિવારજનો દ્વારા પણ પુત્રવધુ ભૂમિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર ઘણો હોનાર હતો અને માત્ર અને માત્ર તેમની પુત્રવધુના કારણે જ તેને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તરફથી પણ સમગ્ર મામલે ન્યાય મળે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે, સાથે જ તેમની પુત્રવધુ પર પણ કાર્યવાહી થાય તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે.