Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
Jeet Adani Wedding: જીત અદાણી 7 ફેબ્રુઆરીએ દિવા જૈમિન શાહ સાથે લગ્ન કરશે

Jeet Adani Wedding: વિશ્વ વિખ્યાત ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી 7 ફેબ્રુઆરીએ દિવા જૈમિન શાહ સાથે લગ્ન કરશે. બંન્નેએ ગયા વર્ષે અમદાવાદમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. તેમનું પ્રી-વેડિંગ ફંક્શન 10-11 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં યોજાયું હતું. હવે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ગૌતમ અદાણીની ભાવિ પુત્રવધૂ કોણ છે અને તે કયા પરિવારની છે? ચાલો તમને આ વિશે માહિતી આપીએ.
દિવા જૈમિન શાહ કોણ છે?
દિવા સુરતના મોટા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. તેઓ સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો વ્યવસાય સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. કંપનીની ડિલિવરી ઓફિસો નેધરલેન્ડ અને હોંગકોંગમાં છે. આ કંપનીની સ્થાપના 1976માં ચિનુભાઈ દોશી અને દિનેશભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી અને હવે જૈમિન શાહ તેના ડિરેક્ટર છે.
દિવા જૈમિન શાહ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાની બિઝનેસ અને ફાઇનાન્સ પર સારી પકડ છે. એટલું જ નહીં, તે તેના પિતાને બિઝનેસના કામમાં પણ મદદ કરે છે. ઉપરાંત દિવા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઇન્ટરનેટ પર તેના બહુ ઓછા ફોટા છે.
આ છે અદાણી ગ્રુપમાં જીત અદાણીની ભૂમિકા
જીત અદાણીએ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2019માં અદાણી ગ્રુપમાં જોડાતા પહેલા તેમણે ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ અને રિસ્ક એન્ડ પોલિસી પર કામ કર્યું હતું. અદાણી ગ્રુપની વેબસાઇટ અનુસાર, જીત અદાણી પોર્ટ્સ, અદાણી ડિજિટલ લેબ્સ જેવા વિભાગોનું સંચાલન કરે છે. તેઓ હાલમાં અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે.
લગ્ન સાદગીથી થશે: ગૌતમ અદાણી
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જીત અને દિવાના લગ્ન ખૂબ જ ભવ્ય થવાના છે, જેમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓ સામેલ થવાની છે. જોકે, ગૌતમ અદાણી મહાકુંભ પહોંચ્યા અને પત્રકારોને જણાવ્યું કે લગ્ન સાદગી અને પરંપરાગત રીતે થશે.
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા





















