શોધખોળ કરો

Gujarat Rain Update:12 થી15 જૂન વચ્ચે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ચોમાસાની ક્યારે એન્ટ્રી?

Gujarat Rain Update: હવામાન વિભાગે 12 જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જાણીએ વધુ અપડેડ્સ

Gujarat Rain Update: રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે અને વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા 12 જૂન બાદ રાજયમાં વરસાદની આગાહી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે  દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 11 જૂન બાદ ફરી ચોમાસુ સક્રિય થઇ શકે છે. 22 જૂન સુધીમાં ચોમાસુ મોટાભાગના વિસ્તારને આવરી લેશે.

દેશના અન્ય વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તો દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ગરમીને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે દિલ્હી-NCRમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોનું તાપમાન આગામી ચાર દિવસ સુધી સમાન રહેશે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીર માટે આગામી ત્રણ દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણામાં હીટવેવને લઈને ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં હીટવેવ રેડ એલર્ટ                                        

ઉત્તર ભારતમાં રાજસ્થાનની સ્થિતિ સૌથી ગંભીર છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની સાથે 'ગરમ રાત્રિઓ'ની ચેતવણી પણ  આપી છે, આગામી બે દિવસ માટે હીટવેવ માટે રેડ એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે. પૂર્વ રાજસ્થાનમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget