Weather Update: ગરમીએ બતાવ્યું રૌદ્ર રૂપ, ફરી પ્રચંડ તાપ, દેશના રાજ્યોમાં હિટવેવનું ઓરેંજ એલર્ટ
Weather Update:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ધૂળ ભરી આંધીની શક્યતા છે. એક તરફ ઉત્તર ભારત હીટવેવ ઝપેટમાં છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે.

Weather Update in India: ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ગરમીને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે દિલ્હી-NCRમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોનું તાપમાન આગામી ચાર દિવસ સુધી સમાન રહેશે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીર માટે આગામી ત્રણ દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણામાં હીટવેવને લઈને ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં હીટવેવ રેડ એલર્ટ
ઉત્તર ભારતમાં રાજસ્થાનની સ્થિતિ સૌથી ગંભીર છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની સાથે 'ગરમ રાત્રિઓ'ની ચેતવણી પણ આપી છે, આગામી બે દિવસ માટે હીટવેવ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ રાજસ્થાનમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ભારતમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ તીવ્ર ગરમી લોકોને પરેશાન કરી રહી છે. પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ ઉપરાંત, તાપમાનમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તર મધ્ય પ્રદેશમાં પણ હીટવેવ માટે યલો એલર્ટ જાહે કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ધૂળના તોફાનની શક્યતા છે, એક તરફ ઉત્તર ભારત હીટવેવની ઝપેટમાં છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થયું છે.





















