શોધખોળ કરો

Gujarat Weather: ચામડી દઝાડતી ગરમી માટે રહો તૈયાર, મે મહિનામાં 26 દિવસ 40 ડિગ્રીથી વધુ તપામાન રહેશે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ અપાયું છે. તો મંગળવારે 6 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather: રાજ્યમાં મે મહિનાના પ્રારંભથી જ ગરમીનું પ્રભુત્વ વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનાં મતે રાજ્યમાં મે મહિનામાં 26 દિવસ 40 ડિગ્રીથી વધુ તપામાન રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ અપાયું છે. તો મંગળવારે 6 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટમાં 42 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઈ છે. રાજકોટનાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ રાજકોટમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. તો અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગના મતે આગામી છ દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેશે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેશે. જો કે ગુરુવારથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

IMD અનુસાર, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની છે. હિમાલયન પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરીમાં પણ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વી મધ્ય પ્રદેશ, બિહાર, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર કર્ણાટકમાં રાત ગરમ રહેવાની છે. પશ્ચિમ અને પૂર્વ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. ઘણા જિલ્લાઓમાં હીટવેવ સાથે તાપમાન 40 થી વધુ થવાની આશંકા છે.

મે મહિનાના પહેલા સપ્તાહમાં દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમીથી રાહત મળવાની છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જો કે, આકાશમાં વાદળો જોવા મળશે, જ્યારે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જોરદાર પવન પણ ફૂંકાતા જોવા મળી શકે છે.

સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે ઊંચા વિસ્તારોમાં બરફ પણ પડી શકે છે.

ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વીજળી સાથે જોરદાર પવન ફૂંકાશે.

વિદર્ભ, મરાઠવાડા અને દક્ષિણ છત્તીસગઢના ભાગોમાં વરસાદ અને ગાજવીજની અપેક્ષા છે. પંજાબના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget