શોધખોળ કરો

Gujarat Rain: આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે મેઘમહેર

Gujarat Rain: હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Gujarat Rain: હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી સમયમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છ, જામનગર, દ્વારકા , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લામાં મેઘ મહેર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે ૧૨૪ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

બેજિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

આજે બે જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે આજે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને સુરતમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
Embed widget