Dwarka: દ્વારકાધીશના શરણે પહોંચ્યા કેન્દ્રીય મંત્રી, દરિયાકિનારાના વિસ્તારનું ધોવાણ અટકવવા કરી મોટી જાહેરાત
Dwarka: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય વન મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
Dwarka: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય વન મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીને દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન -અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા,સાંસદ પૂનમ માડમ,ધરાસભ્ય ઉદય કાનગડ, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારી,કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ ૨૦૨૩ યોજાયો હતો. ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી વધારવાના હેતુથી ૩૦૦૬ હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે. જે માટે ગુજરાત વન વિભાગ અને 6 કંપનીઓ વચ્ચે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ એમઓયુ કરાયા હતા. રૂક્ષ્મણી મંદિર પાસે મહાનુભાવો અને વિદ્યાર્થીઓ,એનસીસી કેડેટસ,માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ દ્વારા મેન્ગ્રુવ્સનું પૂજન અને વાવેતર કરાયું હતું. દરિયાકિનારાના વિસ્તારનું ધોવાણ અટકે અને કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે મેન્ગ્રુવની ભૂમિકા ખુબજ મહત્વની હોવાની વાત મંત્રીએ કરી હતી.
Offered my prayers before Bhagwan Shri Krishna and prayed for the well-being of the people of the country at Dwarkadhish Temple in Gujarat. pic.twitter.com/MqvGvrzaTo
— Bhupender Yadav (@byadavbjp) July 6, 2023
દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ,વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો,વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત મહાનુભાવો,વિદ્યાર્થીઓ,એનસીસી કેડેટ્સ,માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ,વન વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ દ્વારા ચેરનું પૂજન અને વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે.જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial