શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાની એન્ટ્રી થશે, આગામી 7 દિવસ રાજ્યનાં આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે

હવામાન નિભાગ અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે.

Gujarat Weather: ગુજરાતવાસીઓને ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ ચોમાસાને લઈને સારા સમાચાર આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે.

હવામાન નિભાગ અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે.

આજે ક્યાં વરસાદ પડશે

સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં આગાહી છે.

11 જૂન

સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી છે.

12 જૂને

નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

13 જૂને

નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

14 જૂને

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

15 જૂને

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી છે.

16 જૂને

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

ભરૂચમાં વરસાદને કારણે ત્રણનાં મોત

ભરૂચના દર્દનાક દુર્ઘટના બની છે. શુક્લતીર્થ નજીક ભારે પવન સાથેના વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે. વડનું ઝાડ ધરાશાયી થતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા મહાકાય ઝાડ કાર અને રિક્ષા પર પડ્યું. કારમાં ડ્રાઈવર સહિત 6 લોકો હતા, જેમાંથી બે યુવકના મોત થયા જ્યારે અન્યોને JCBની મદદથી બહાર કઢાયા હતા. તો, રિક્ષામાં બેઠેલી મહિલાનું પણ મૃત્યુ થયું છે. અંકલેશ્વરથી યુવકો કારમાં ક્રિકેટ રમવા આવ્યા હતા એ સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે પડેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે, રીક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચ રમવા આવેલ કેટલાક યુવાનોને પણ ઇજાઓ પહોચી હતી. અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં કારમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. JCBની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઈજગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget