શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો, સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો? જાણો વિગત
આ ઉપરાંત ગીર-સોમનાથના ઊનામાં 70 મી.મી., બનાસકાંઠાના વડગામમાં 60 મી.મી., ગાંધીનગરના કલોલમાં 54 મી.મી. તેમજ અમદાવાદમાં 42 મી.મી. વરસાદ ખાબક્યો હતો.
ગાંધીનગર: મંગળવારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા હતાં. ગુજરાતમાં સવારે છ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 77 મી.મી. એટલે કે ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ગીર-સોમનાથના ઊનામાં 70 મી.મી., બનાસકાંઠાના વડગામમાં 60 મી.મી., મહેસાણામાં 75 મી.મી., ગાંધીનગરના કલોલમાં 54 મી.મી. તેમજ અમદાવાદમાં 42 મી.મી. વરસાદ ખાબક્યો હતો. સુરતમાં પણ 25 મીમી કરતાં વધુ એટલે કે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છે.
અમદાવાદમાં વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સુરતમાં છુટોછવાયો વરસાદી માહોલ જામ્યો હતો. ‘વાયુ’ વાવાઝોડું નબળું પડતાં ડિપ્રેશનમાં ફેરવાતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં પણ વરસાદે જમાવટ કરી હતી. રાજકોટમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદને પગલે રસ્તાઓ ઠેર ઠેર જળબંબોળ બન્યા હતા. ગીર-ગઢડા તાલુકાના બાબરીયા ગામે સરકારી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડની દિવાલ ઉપર સવારે કડાકા સાથે વીજળી પડતાં દિવાલને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
સિદ્ધપુરમાં 77 મીમી, ઊનામાં 70 મીમી, વડગામમાં 60 મીમી, કલોકમાં 54 મીમી, લોધિકામાં 47 મીમી, ગીર ગઢડામાં 46 મીમી, સાપુતારામાં 46 મીમી, માણસામાં 44 મીમી, કોડીનારમાં 42 મીમી, અમદાવાદમાં 42 મીમી, પાલનપુરમા 40 મીમી, કડીમાં 40 મીમી અને મોડાસામાં 50 મીમી વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion