શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા

‘નિસર્ગ’ વાવાઝાડોના પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો

ગાંધીનગર: ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ‘નિસર્ગ’ વાવાઝાડોના પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના થરાદ, મોરબીના ટંકારા, વડોદરાના ડભોઈ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા ગુજરાતમાં 131 જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેની વિગતવાર વાત કરીએ તો, હળવદમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોએ વાવણી કરવાની શરૂઆત કરી દીધી હતી અને ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સાણંદમાં 30 મીમી, ધોળકામાં 27 મીમી અને ધંધુકામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ટંકારામાં 52 મીમી, માળિયા મીયાણામાં 29 મીમી, મોરબીમાં 71 મીમી, બોટાદમાં 66 મીમી, રાજકોટના જસદણમાં 22 મીમી, જામનગરના જોડિયામાં 12 મીમી, કાલાવડમાં 2 મીમી અને ચોટીલા 32 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ભારે પવન સાથે રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડા કઠલાલ 45 મીમી, મહેમદાવાદ 37 મીમી, નડિયાદ 26 મીમી, સંખેડા 25 મીમી અને ડભોઈમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં 29 મીમી, મોડાસામાં દોઢ ઈંચ, થરાદમાં બે ઈંચ, અમીરગઢમાં 18 મીમી, વાવમાં 11 મીમી, પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હિંમતનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી 14 મીમી, જલાલપોર 05 મીમી, ગણદેવી 05 મીમી, ખેરગામ 10 મીમી, સુબીર 29 મીમી, નર્મદાના સાગબારા 25 મીમી અને વલસાડના ઉમરગામમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget