Rain: ગુજરાતમાં મેઘ મહેર: સવારથી 91 તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ, સૌથી વધુ વાપી-ધરમપુરમાં ખાબક્યો
Gujarat Rain: હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ 13 ટકાથી વધુ સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે

Gujarat Rain: ગુજરાતમાં પ્રથમ ત્રણ દિવસમાં જ ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાની સાથે જ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. ચોમાસાને બેસ્યાને હજુ ગુજરાતમાં ત્રણ દિવસ જ થયા છે, પરંતુ રાજ્યમાં વરસાદે નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં સરેરાશ 13 ટકા વરસાદ વરસતા નદી-નાળા અને ડેમો ભરાવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 10 ઇંચ પડ્યો છે. તાજા અપડેટ મુજબ સવારથી રાજ્યમાં 91 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં આંકડા આપવામાં આવ્યા છે.
હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ 13 ટકાથી વધુ સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદે પણ અનેક જિલ્લામાં તબાહી મચાવી છે. આજે સવારથી અત્યાર સુધી કુલ 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે, તો વળી ધરમપુર અને પારડી સહિતના વિસ્તારોમાં ચાર-ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.
આજના દિવસમાં રાજ્યના 91 તાલુકામાં વરસ્યો વરસાદ
આજના દિવસમાં વાપીમાં ખાબક્યો સાડા ચાર ઈંચ વરસાદ
આજના દિવસમાં ધરમપુરમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
આજના દિવસમાં પારડીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
આજના દિવસમાં હાંસોટમાં ખાબક્યો 3.58 ઈંચ વરસાદ
આજના દિવસમાં ખેરગામમાં ખાબક્યો 3.54 ઈંચ વરસાદ
આજના દિવસમાં ઓલપાડમાં ખાબક્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
આજના દિવસમાં કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
આજના દિવસમાં વઘઈમાં 3.39 ઈંચ વરસાદ
આજના દિવસમાં વાલિયામાં 3 ઈંચ વરસાદ
આજના દિવસમાં ઉમરપાડામાં 2.83 ઈંચ વરસાદ
આજના દિવસમાં માંગરોળમાં 2.48 ઈંચ વરસાદ
આજના દિવસમાં ડાંગ આહવામાં 2.24 ઈંચ વરસાદ
આજના દિવસમાં વલસાડમાં 2.9 ઈંચ વરસાદ
આજના દિવસમાં વલસાડમાં 2.9 ઈંચ વરસાદ
આજના દિવસમાં કામરેજમાં 2 ઈંચ વરસાદ
આજના દિવસમાં સુબીરમાં 2 ઈંચ વરસાદ
આજના દિવસમાં બારડોલીમાં 1.97 ઈંચ વરસાદ
આજના દિવસમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
આજના દિવસમાં વાંસદામાં દોઢ ઈંચ વરસાદ
આજના દિવસમાં ચીખલીમાં 1 ઈંચ વરસાદ
આજના દિવસમાં વ્યારામાં દોઢ ઈંચ વરસાદ
આજના દિવસમાં નેત્રંગમાં દોઢ ઈંચ વરસાદ
આજના દિવસમાં સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ
આજના દિવસમાં ગરબાડામાં 1 ઈંચ વરસાદ
આજના દિવસમાં પલસાણામાં એક ઈંચ વરસાદ
આજના દિવસમાં વાલોડમાં એક ઈંચ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.





















