શોધખોળ કરો

Ahmedabad Rain: ધોધમાર વરસાદથી નિકોલ જળબંબાકાર, વિરાટનગરમાં 4 ઇંચ પડતાં લોકોની વધી હાલાકી

Ahmedabad Rain: ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે

Ahmedabad Rain: ગુજરાતમાં ચોમસાની જબરદસ્ત રીતે તોફાની એન્ટ્રી થઇ છે, કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ છે તો વળી કેટલાક વિસ્તારોમાં વરસાદ આફતરૂપ બન્યો છે. ગઇરાત્રે પડેલા ભારે વરસાદે અમદાવાદના તંત્રની પોલ ખોલી નાંખી છે. ભારે વરસાદથી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે. નિકોલ જળબંબાકાર થયુ છે તો વિરાટ નગરમાં હજુ પણ પાણી ભરાઇ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. 

અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે પૂર્વ વિસ્તારોમાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નિકોલમાં તમામ રૉડ રસ્તા પર પાણી ફરી વળ્યા જેના કારણે ઓફિસ જતા આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નારોલમાં તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.નારોલ થી વિશાલ તરફ જતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. રસ્તા પર પાણીના વહેણ શરૂ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ થયા હતા. મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.

ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે. AMCની વાર્તાઓ આ વર્ષે પણ પોકળ સાબિત થઇ છે. પહેલા ગટરીયા પાણી હવે વરસાદી પાણીથી રોડ રસ્તા જળબંબાકાર થયા છે.  ગટર હોય કે વરસાદ પાણી નિકાલની ગોપાલ ચોકમાં કોઈ સુવિધા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.

અમદાવાદમાં અડધી રાત્રે શહેરમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. અમદાવાદમાં ગાજવીજ અને પવના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધારે વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રામોલમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. નિકોલમાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ કઠવાડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરાયા હતા.

ગઈકાલે સમગ્ર દિવસ શાંત રહ્યા બાદ મોડી રાત્રે અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. શહેરમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના અવાજોથી ભયનો માહોલ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત

ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

Embed widget