Monsoon: બપોર સુધીના વરસાદી આંકડા જાહેર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ
Monsoon Update: આજે બપોર સુધી કુલ 116 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારો સામેલ છે, અહીં જુઓ લેટેસ્ટ આંકડા...

Monsoon Update: બે દિવસથી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજે તબાહી મચાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ભાવનગર, બોટાદ અને અમરેલીમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે રજૂ કરેલા તાજા આંકડા પ્રમાણે, આજે બપોર સુધી 116 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમા સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 5.24 ઇંચ પડ્યો છે, આ ઉપરાંત ઉમરાળામાં 4 ઇંચ અને ચૂડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે સવારથી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર સુધી કુલ 116 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારો સામેલ છે, અહીં જુઓ લેટેસ્ટ આંકડા...
રાજ્યમાં આજે ખાબક્યો 116 તાલુકામાં વરસાદ
આજે બોટાદના બરવાળામાં ખાબક્યો 5.24 ઈંચ વરસાદ
આજે ઉમરાળામાં ખાબક્યો સાડા ચાર ઈંચ વરસાદ
આજે ચુડામાં 3 ઈંચ, વલ્લભીપુરમાં પોણા 3 ઈંચ વરસાદ
આજે બોટાદના રાણપુરમાં અઢી-અઢી ઈંચ વરસાદ
આજે ધંધુકામાં અઢી, પેટલાદમાં બે-બે ઈંચ વરસાદ
આજે ભાવનગરના સિહોરમાં બે ઈંચ વરસાદ
આજે બોટાદ શહેરમાં બે ઈંચ, મૂળીમાં બે ઈંચ વરસાદ
આજે ખંભાત, વઢવાણમાં 2-2 ઈંચ વરસાદ
આજે રાજકોટ શહેરમાં ખાબક્યો બે ઈંચ વરસાદ
આજે બોરસદમાં દોઢ, ચોટીલામાં દોઢ ઈંચ વરસાદ
આજે આણંદના તારાપુરમાં દોઢ ઈંચ વરસાદ
આજે ગઢડામાં સવા ઈંચ વરસાદ
આજે સાયલા, આણંદમાં સવા એક ઈંચ વરસાદ
આજે ભાવનગર શહેરમાં સવા ઈંચ વરસાદ
આજે કલ્યાણપુર, માળિયા હાટીનામાં એક-એક ઈંચ વરસાદ
આજે લાઠીમાં એક ઈંચ વરસાદ
ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે ૬થી સાંજના ૬ કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.ં ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે ૩૬ વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.





















