(Source: ECI/ABP News/ABP Majha)
Morbi: પત્ની પિયર જવાનું કહેતા પતિ થયો ગુસ્સે, પોતાના જ એક વર્ષના પુત્રને જમીન પર પછાડી કરી હત્યા
Morbi: પુત્રની હત્યા કર્યા બાદ આરોપી અસગર ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Morbi: મોરબીના ટીકર ગામમાં પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબીના હળવદના ટીકર ગામમાં બે દિવસ પહેલાં અસગર માણેક નામના વ્યક્તિએ પોતાના એક વર્ષીય પુત્ર અરમાનની હત્યા કરી નાંખી હતી. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી અસગર ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
મળતી માહિતી મુજબ અસગરની પત્ની અમીનાએ રવિવારે 10 માર્ચે એક લગ્નમાં જવાનું કહ્યું હતું પરંતુ અસગરે તેને અમીનાને લગ્નમાં ન જવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને મારપીટ કરી હતી. જેના કારણે અમીનાએ દીકરી અરમાનને લઇને પોતાના પિયરે જવાની વાત કરી હતી. તેણીએ અસગરને ફરીથી કહ્યું કે તે સોમવારે તેના માતાપિતાના ઘરે જઈ રહી છે, ત્યારે અસગરે અમીનાને તેના માતા પિતાના ઘરે નહી જવાનું કહી તેની સાથે મારપીટ કરી હતી.
જો કે, પિયરમાં જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેનાથી ઉશ્કેરાઈને અસગર માસૂમ અરમાનને ઘરની પાછળ આવેલા ખેતરમાં લઈ ગયો હતો અને તેને જમીન પર પછાડતા માસૂમનું મોત થયું હતું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. પોલીસે હવે તેને દબોચી લીધો છે.
મૂળ ધ્રાંગધ્રાના કુડા ગામના વતની અને હાલ ટીકર રણમાં મીઠાની મજૂરી કરતા અમીનાબેન અસગરભાઈ માણેકે તેના પતિ અસગર અનવર માણેક વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમીનાએ જણાવ્યું છે કે તેના પતિ અસગર માણેકે તેમના જ દીકરા અરમાનની હત્યા કરી હતી. અરમાનને ઘરની પાછળ આવેલ ખેતરમાં લઇ જઈને જમીન પર પછાડી માથાના ભાગે ઈજા પહોંચાડતા તેનું મોત થયું હતું. હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ FIR છે.
સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાન સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે ભાજપ લધુમતિ મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે.ઉન રોયલ એવન્યુ ખાતે રહેતા ભાજપના લઘુમતી મોર્ચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયા સ્ક્રેપનો વેપાર કરતા હતા.