શોધખોળ કરો

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન

Cold Wave: નવા વર્ષની શરૂઆતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ હાડ ગાળતી ઠંડી પડશે

Cold Wave: આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, અને આવતીકાલથી એટલે કે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. નવા વર્ષમાં ભારતમાં કેટલાક સ્થળો પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતભરતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડી સાથે શીતલહેર પ્રસરી રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી આગામી દિવસોમાં જોર પકડશે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી ભારતના 18થી વધુ રાજ્યોમાં કાતિલ ઠંડી અને શીતલહેરનું મોજુ ફરી વળશે. નવા વર્ષની શરૂઆતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 રાજ્યોમાં 7 દિવસ હાડ ગાળતી ઠંડી પડશે. 18 રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન અને વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત થઇ જવાનું પણ અનુમાન છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પહાડો પર સતત બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં માવઠાની અસર દેખાઇ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દિલ્લી-NCR, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં કાતિલ ઠંડીનું અનુમાન છે. આ ઉપરાંત જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રીએ પહોંચશે અને બિહારના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ- હરિયાણામાં પણ શીતલહેરની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત બનશે ઠંડુગાર

હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે, જો રાજ્યમાં આજે માવઠું થશે તો ખેડૂતો અને ખેતીને નુકસાન પહોંચી શકે છે, અત્યારે ખેડૂતોનો વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરૂ અને રાયડો પાક છે, જો વરસાદ પડશે તો આ તમામ પાકોમાં મોટુ નુકસાન પહોંચી શકે છે. 

રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.

આ પણ વાંચો

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રીRajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
શું e-PAN Card ડાઉનલોડ કરવા માટે તમને આવ્યો છે કોઇ ઈ-મેલ? સ્કેમર્સ આ રીતે લગાવી રહ્યા છે ચૂનો
શું e-PAN Card ડાઉનલોડ કરવા માટે તમને આવ્યો છે કોઇ ઈ-મેલ? સ્કેમર્સ આ રીતે લગાવી રહ્યા છે ચૂનો
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
Embed widget