શોધખોળ કરો

Gujarat: રાજ્યના આ જિલ્લામાં અચાનક 5થી વધુ પશુઓના મોતથી હડકંપ, પશુપાલન વિભાગ થયો દોડતો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ(પીપળી) ગામે છેલ્લા 2 દિવસમાં 5થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ(પીપળી) ગામે છેલ્લા 2 દિવસમાં 5થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે. જો કે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝીટ વાન ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા ખરવા, મોવાસા નામના રોગથી આ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે વિસ્તારમાં અંદજીત 500 થી વધુ પશુઓ ખરવા, મુવાસા રોગનો ભોગ બન્યા હોવા છતાં હજુ પણ તંત્રનો પશુપાલન વિભાગ વિસ્તારમાં ન પહોંચ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે.

એક જ વાડામાં 5 પશુઓના મોત નીપજતા ચકચાર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ (પીપળી) ગામે છેલ્લા 2 દિવસમાં અંતરભાઈ નામના પશુપાલકના એક જ વાડામાં 5 પશુઓના મોત નીપજતા ચકચાર મચી છે. જોકે આજે વહેલી સવારે  એક પશુનું મોત નીપજતા વાડાના માલીક દ્વારા ઘટનાની જાણ ડેરીની વિઝીટ વાનને કરાઈ હતી. તેને પગલે બનાસ ડેરીની વિઝીટ ઘટના સ્થળે પહોંચી તો પશુનું મોત ખરવા, મોવાસા રોગને કારણે નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું તો આજ વાડામાં હજુ પણ 8-9 પશુઓ ખરવા - મોવાસા રોગનો ભોગ બનેલા હોવાનું સામે આવતા જ હડકંપ મચ્યો છે.

સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

મહત્વની વાત છે કે બે દિવસમાં અંતર ભાઈના વાડામાં જ  પાંચ જેટલા પશુઓના મોત નીપજ્યાં છે તો સાથે જ તેમના વાડામાં બાંધેલા 8 થી નવ પશુઓ ખરવા- મોવાસાના ભોગ બન્યા છે. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાગળ સહીત આસપાસના અનેક ગામો મળી આ વિસ્તારમાં 500થી વધુ પશુઓ ખરવા - મોવાસા રોગના ભોગ બન્યા હોવા છતાં પશુપાલન વિભાગ દ્વારા કોઈપણ જાતનો સર્વે ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે કે બનાસ ડેરીની વિઝીટ વાનોમાં અનેક વાર વિઝીટ લખાવવા છતાં પણ તબીબો આવતા નથી અને તેને કારણે પશુઓની સારવાર ન થતા પશુઓ મોતને ભેટી રહ્યા છે.

એક તરફ પશુપાલકો પશુપાલન વિભાગ અને બનાસ ડેરીની બેદરકારી પર આક્ષેપો કરી રહ્યા છે તો બીજી બાજુ બનાસકાંઠાના પશુપાલન અધિકારી જે પશુપાલકોએ રસીના સમયે રસી નથી મુકાવી તે પશુપાલકોના પશુઓને જ આ રોગ થઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે,  ત્યારે અત્યારે તો ખરવા-મોવસા રોગમાં  અનેક પશુઓના મોત થઈ રહ્યા છે જેને લઇ પશુપાલન વિભાગ દોડતું થયું છે. હવે જોવાનુ એ રહેશે કે,  પશુપાલન વિભાગ દ્વારા મોતના મુખમાં ધકેલાતા પશુઓને બચાવવા શું કામગીરી કરાય છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget