શોધખોળ કરો

Morva Hadaf By Poll: કોની કોની વચ્ચે જામશે જંગ? કોંગ્રેસ પછી ભાજપે પણ જાહેર કર્યા ઉમેદવાર

ભાજપ નીમિશાબેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મોરવાહડફ બેઠક માટે સુરેશભાઈ કટારાને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે.

અમદાવાદ: આગામી 17મી એપ્રીલે યોજાનારી મોરવા હડફ(Morva Hadaf by poll)ની પેટાચૂંટણીને લઈને ભાજપ(BJP) અને કોંગ્રેસે (Congress) પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપ નીમિશાબેન સુથાર (Nimishaben Suthar)ને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મોરવાહડફ બેઠક માટે સુરેશભાઈ કટારા (Suresh Katara)ને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડા (Amit Chavda)એ અભિનંદન પાઠવ્યા છે. 

Morva Hadaf By Poll: કોની કોની વચ્ચે જામશે જંગ? કોંગ્રેસ પછી ભાજપે પણ જાહેર કર્યા ઉમેદવાર

સુરેશ કટારાએ કૉંગ્રેસે મોરવા હડફ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસના સક્રીય સભ્ય છે. સુરેશભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશભાઈના પિતા સ્વ છગનભાઈ કટારા ત્રણ ટર્મ સુધી  તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેશભાઈના પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.

17મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.  ભૂપેંદ્ર ખાંટનું અવસાન થતા બેઠક ખાલી પડી છે. 30મી માર્ચ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હશે.  31મી માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. 

પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી  મોરવાહડપ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના  ધારાસભ્ય પદને લઇ વિવાદ થયો હતો જેમાં ભુપેન્દ્ર ખાંટના  જાતિ પ્રમાણપત્ર લઈ bjp ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણ પત્ર અને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવાહડપ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કર્યા હતા. આ સમગ્ર મામલો હાલ કોર્ટ સમક્ષ હોય દરમિયાન થોડા સમય પહેલા બીમારીના કારણે ભુપેન્દ્ર ખાંટનું મોત નીપજ્યું હતું.

તાજેતરમાં  મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકના જાહેર મંચ ઉપરથી ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ  bjpના જીતેલા ઉમેદવારોના ઘર ઉપર પથ્થર મારવાની વાત કરી હતી. બેઠકમાં હજાર દાહોદના ગરબાડાના ધારાસભ્ય  ચંદ્રિકાબેન બારીયાનું ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું.
 
તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકીવિવાદિત  નિવેદન આપ્યું હતું  ચંદ્રિકાબેન બારીયાએ  જણાવ્યું કે ભાજપવાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે, મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે , પાંચસો ગ્રામ તેલથી જીત્યા છે એ પાંચ વર્ષ ચાલવાનુ નથી. પોતાને હરાવવા માટે જણાવ્યું કે મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે મારા સામે મુખ્યમંત્રી કે ગણપત વસાવાને મુકવા પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget