શોધખોળ કરો

શિનોરમાં આધેડ વિધવા મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં વુક્ષ સાથે બાંધેલી હાલતમાં મળ્યો, 4 આરોપીની ધરપકડ

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓએ મહિલા પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. જો કે, FSL અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે ચોક્કસ માહિતી મળશે.

Shinor widow murder: નર્મદા જિલ્લાના શિનોર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિધવા આધેડ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાના દિયર સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક મહિલા શિનોરમાં નર્મદા નદી કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા કરતી હતી અને બાજુમાં આવેલા નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં રહેતી હતી. તા. 31 ઓગસ્ટ, 2024ના રોજ તે ઘરસામાન ખરીદવા શિનોર ગઈ હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હતી.

મહિલાની દીકરીએ તા. 3 સપ્ટેમ્બર, 2024ના રોજ શિનોર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. મૃતક આધેડ મહિલાની દીકરી એ પોતાની માતાનો ફોન પર કોન્ટેક્ટ કરતા તેઓ ફોન ઉઠાવતા ન હતા ત્યારે મૃતક આધેડ મહિલાની દીકરી અને દીકરી જમાઈ શિનોર માતાનાં ઘરે આવતા તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ન મળી આવતા તારીખ 4-9-2024 ના રોજ આધેડ મહિલાની દીકરીએ શિનોર પોલીસ સ્ટેશનને માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. છોકરી અને જમાઈ ફરી શોધવા નીકળ્યા હતા ત્યારે તેઓને જાળીમાં ગંધ આવતા તપાસ કરતા મહિલાની નગ્ન હાલતમાં મોતને ઘાટ ઉતારી ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. તા. 4 સપ્ટેમ્બરે મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં એક વૃક્ષ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને FSL તેમજ મેડિકલ રિપોર્ટ મંગાવ્યા હતા.

પાંચ દિવસની સઘન તપાસ બાદ, તા. 8 સપ્ટેમ્બર, 2024ના રોજ શિનોર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મૃતક મહિલાનો દિયર કિરણ શનાભાઈ વસાવા, તેનો ભાઈ પ્રવીણ શનાભાઈ વસાવા, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓએ મહિલા પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. જો કે, FSL અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે ચોક્કસ માહિતી મળશે.

વડોદરા જિલ્લા રૂરલ DYSP આકાશ પટેલ, વડોદરા રૂરલ SOG અને LCB PI સહિતના પોલીસ અધિકારીઓએ આ કેસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કાયદા મુજબ સજા અપાવવામાં આવશે.

આ પણ વાંચોઃ

Gujarat accident news: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, 4 ઘટનામાં 6 લોકોએ ગુમાવ્યો જીવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો

Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો

Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

Embed widget