શોધખોળ કરો

નર્મદા પરિક્રમા મધ્યાંતરે: ભક્તોનો ભારે ધસારો જોતા કલેક્ટરે આ દિવસોમાં પરિક્રમા કરવાની કરી અપીલ

જિલ્લા વહીવટી તંત્ર પરિક્રમાવાસીઓની સેવામાં સજ્જ, તમામ ઘાટ પર સુવિધાઓ ઉપલબ્ધ.

Narmada Parikrama news: નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર નર્મદા પરિક્રમા તેના મધ્યાંતર ભાગમાં પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આગામી 15 દિવસોમાં પણ ભક્તોનો પ્રવાહ યથાવત રહેવાની સંભાવના છે. જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ પરિક્રમા કરવા આવતા ભક્તોને સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે, જેથી તેઓને વધુ સારી સુવિધાઓ મળી શકે.

કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા રૂટના દરેક ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં લાઈટ, પાણી, બેસવાની નાવડીની સુવિધા, સ્નાન માટેની વ્યવસ્થા, ટોયલેટ, રસ્તાની સાફ સફાઈ, પાર્કિંગ અને સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમો પણ કાર્યરત છે. પોલીસ દ્વારા પરિક્રમાવાસીઓની સલામતી અને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરિક્રમા કરવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. કલેકટર મોદીએ શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આથી, જો તેઓ જાહેર રજાના બદલે સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરે તો વહીવટી તંત્ર તેમને વધુ સારી રીતે સેવા અને સુવિધા પૂરી પાડી શકશે, જેનાથી તેમની પરિક્રમા સુખદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાત્રીના સમયે અથવા વહેલી સવારે યાત્રા કરવાથી ગરમી અને તડકાની સમસ્યા પણ નહીં રહે. કલેકટર મોદીએ નર્મદામૈયાની કૃપા સૌના પર બની રહે અને સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી કામના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ સુખરૂપ રીતે અને સારી રીતે પોતાની યાત્રા પૂર્ણ કરે. પરિક્રમા કરી રહેલા ભક્તો પણ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ પરિક્રમાવાસીઓની સેવામાં સતત ખડે પગે તત્પર છે અને સૌને શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરવા માટે સહકાર આપવા અનુરોધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget