શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા મૂકવા નિર્ણય, જાણો કઈ તારીખે સ્થાપનનું એલાન ? 

બુધવારે મળેલી બેઠકમાં હિન્દુ સેનાના 8 સભ્યો હાજર રહ્યા હતા. જેમણે નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો છે.

જામનગરઃ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાતા ખળભળાટ મચી ગયો છે. આ વિવાદાસ્પદ નર્ણય હિન્દુ સેના દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગાંધીજીની હત્યામાં 15મી નવેમ્બરે ફાંસી નથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. પ્રતિમા સ્થાપન માટેની પહેલી બેઠક બુથવારે રાત્રે જામનગરમાં દ્વારકાધીશ મંદિરમાં મળી હતી. 

બુધવારે મળેલી બેઠકમાં હિન્દુ સેનાના 8 સભ્યો હાજર રહ્યા હતા. જેમણે નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો હોવાનું હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું. હિન્દુ સેનાએ આગામી 15 નવેમ્બર 2021ના રોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. 

બેઠકમાં ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયૂર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલિયા, ધીરેન નંદા સહિતના સૈનિકોએ હોંશભેર જવાબદારી સંભાળી હતી. નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી 30 સૈનિકોની વિશેષ કમિટી બનાવીને બધાને અલગ અલગ જવાબદારી સોંપાઇ છે. 

15મી નવેમ્બરે ગોડસેજીની પ્રતિમા સ્થાપિત કરાયા એ પહેલા વિવિધ માધ્યમો દ્વારા તે અંગેનો માહોલ ઉભો કરાશે  તેમજ રાષ્ટ્ર તેમજ ધર્મ પ્રત્યેની તેમની વિચારધારાથી સમાજને જાગૃત કરાશે. જામનગરમાં પ્રતિમા ક્યાં સ્થાપિત કરવી તે હવે નક્કી થશે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે,  પ્રશાસન આમાં અવરોધ ઉભો કરશે તો ખાનગી જગ્યામાં પ્રતિમા મુકાશે.  

ગુજરાતમાં મુસાફરી કરતાં પહેલા વાંચી લો આ સમાચારઃ કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર એસટી બસ નહીં જાય?

ગાંધીનગરઃ અત્યારે તમે ગુજરાતમાં ક્યાંય મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે છે. મુસાફરીમાં જતાં પહેલા આ સમાચાર વાંચી લેજો નહીંતર મુશ્કેલી પડી શકે છે. રાજ્યમાં વરસાદ અને ખરાબ રસ્તાને કારણે 36 એસટી ટ્રીપ બંધ કરવી પડી છે. તો બીજી તરફ વરસાદને કારણે રાજ્યના 20 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં 3 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ, અમરેલી અને પોરબંદર સ્ટેટ હાઈવે બંધ છે. 

ગુજરાત એસટી દ્વારા 6 રૂટ પરની 36 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢના 5અને પોરબંદરના એક એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ રૂટની 30, પોરબંદર રૂટની 2 અને જામનગર રૂટની 4 બસ બંધ છે. જ્યારે રાજ્યમાં કુલ 20 રસ્તા બંધ છે. જેમાં પોરબંદર સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ થયો છે. તો 16 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget