શોધખોળ કરો
Advertisement
અંબાજીઃ ચાચર ચોકમાં પણ નહીં યોજાય ગરબા, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
અંબાજીમાં વધતા કેસને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતભરમાં મોટી સંખ્યામાં માઇભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી આવતા હોય છે.
અંબાજીઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન ઘણી જાણીતી ક્લબો અને ગરબા આયોજકોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. હવે અંબાજી ચાચર ચોકમાં પણ ગરબા નહીં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં વધતા કેસને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતભરમાં મોટી સંખ્યામાં માઇભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી આવતા હોય છે, તેથી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રૂપે આ નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન દર્શન માટે તંત્રની વિચારણા ચાલી રહી છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી નહીં ઉજવવાનો નિર્ણય લીધો હતો. નવરાત્રી 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉજવાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ કારણે ગુજરાતમાં પણ નવરાત્રીના આયોજનને મંજૂરી નહીં મળે એ સ્પષ્ટ થઈ ગયું છે.
કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલાકારોની ગરબા યોજવા દેવાની માંગને લઈ રાજ્ય સરકારે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી પણ આડકતરી રીતે નવરાત્રિને મંજૂરી નહીં આપવાનો સંકેત આપી દેવાયો છે.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થાય છે, પરંતુ આ વર્ષે તેને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ ચાલુ વર્ષે ઉજવવામાં આવશે નહિ. થોડા દિવસો પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશને પત્ર લખીને ગરબાના આયોજનને મંજૂરી ન આપવાની અપીલ કરી હતી.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement