શોધખોળ કરો

નવસારી: કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે મોત, કારનો ભુક્કો બોલી ગયો

નવસારીઃ કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી.

નવસારીઃ કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે કરા વરસ્યા

અમરેલી: એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેની વચ્ચે જ અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલીના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગરમાં ભારે પવન સાથે કરા વરસ્યા છે.  માવઠાના કારણે ખેડૂતોના કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. બપોર સુધી ખાંભા અને ઘનશ્યામનગરમાં 40 ડિગ્રીથી વધુ ગરમી હતી.  સાંજ થતા ઓચિંતા કરા સાથે વરસાદ વરસ્યો છે.  કેરી અને ખેતરમાં તૈયાર થયેલી ડુંગળીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે.  જ્યારે ખાંભાના પીપળીયા, ભણીયા, નાનુડી ગામમાં હળવો વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના આદસંગ અને થોરડી ગામમાં ભારે પવન ફૂંકાયો હતો. 

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી છે.  અમદાવાદમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે.  સતત ત્રીજા દિવસે અમદાવાદ, ખેડા અને આણંદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

વડોદરા, પંચમહાલ, મહેસાણામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે.  રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે. સખત ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો. આ સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ORS વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ. મહાનગરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

Embed widget