શોધખોળ કરો

Crime: નવસારીમાં વિચિત્ર ચોરી, જ્વેલર્સની દુકાનમાંથી એક લાખ ઉઠાવ્યા બાદ ચોરો સીસીટીવી અને ડીવીઆર પણ લઇ ગ્યાં.....

નવસારીમાં ચોર ટોળકીનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે, નવસારીમાં ગઇ રાત્રે એક જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે

Navsari Crime News: નવસારીમાં ચોર ટોળકીનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે, નવસારીમાં ગઇ રાત્રે એક જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. શહેરના એરુ રૉડ પર આવેલી પ્રગતિ જ્વેલર્સમાંથી ચાર-પાંચ ચોરે એક લાખથી વધુની મતાની ચોરી કરી હતી, હાલ પોલીસ આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે. 

મળતી માહિતી પ્રમાણે, શિયાળો જામ્યો છે, રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે, અને આ ઠંડીની સિઝનમાં હવે ફરી એકવાર ચોર ટોળકી સક્રિય થઇ રહી છે. હાલમાં જ નવસારી શહેરમાંથી સોના-ચાંદીની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરી થઇ હોવાની ઘટના ઘટી છે. નવસારી શહેરમાં એરુ નજીક આવેલા ચાર રસ્તા પાસે આવેલી પ્રગતિ જ્વેલર્સમાં આ ઘટના ઘટી છે, રાત્રિના સમયે પ્રગતિ જ્વેલર્સનું શટર તોડીને ચારથી પાંચ ચોર દુકાનમાં ઘૂસ્યા હતા, આ ચોર ટોળકીએ દુકાનમાંથી એક લાખના માલની ઉઠાંતરીની સાથે સાથે દુકાનમાં રાખેલા સીસીટીવી અને ડીવીઆરને પણ લઇને ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. અવારનવાર થતી આવી ચોરીથી પોલીસ પેટ્રૉલિંગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. હાલમાં આ ઘટનાને લઇને શહેરની જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે. 

અમરેલીમાં ચોર ટોળકી બેફામ, વૃદ્ધાને વાતોમાં ફોસલાવી બે સોનાની બૂટ્ટીઓ આંચકી ગ્યા

રાજ્યમાં ગઠીયાઓ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે, અમરેલી જિલ્લામાં ગઇકાલે બનેલી એક ઘટનાએ પોલીસને દોડતી કરી છે. ખરેખરમાં, અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધોળાદિવસે એક વૃદ્ધાને ગઠીયાઓ શિકાર બનાવી હતી, વૃદ્ધાને વાતોમાં ભેળવીને બે સોનાની બૂટીઓ આંચકી ફરાર થઇ ગયા હતા, આની કિંમત 40 હજારથી વધુની હોવાનું કહેવાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના રાજુલા શહેરમાં અજાણ્યા શખ્સે એક વૃદ્ધાને વાતોમાં મશગુલ કરી દીધી, આ પછી આ શખ્સે તકનો લાભ લઇને વૃદ્ધાના કાનમાંથી બે સોનાની બુટ્ટી કાઢી લીધી, જેની કિંમત 40,000 હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે, ખાસ વાત છે કે, પોલીસને સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિની દેખાયો હતો, તે પછી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. હાલ રાજુલા પોલીસ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો દ્વારા કવાયત શરૂ કરાઇ છે.

સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી હાહાકાર, રાત્રે ઘરની બારીમાંથી ત્રાટકેલા ચોરે ખેલ્યો ખુની ખેલ

સુરતના બેગમપુરા નવાબની વાડીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા લૂંટારુએ મોબાઈલ ફોન અને બે હેડફોન સાથે 13 હજારની લૂંટ કરી હતી. આ હાજર મહિલાએ લુટારુ સામે પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ આધેડ મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત તેના પતિ અને પુત્રને પણ ઢોર માર મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 

માત્ર ૧૩ હજારની રકમ માટે ખુની ખેલ ખેલ્યો

માત્ર ૧૩ હજારની રકમ માટે આતંકનો ખેલ ખેલનાર બે પૈકી એકને પુણા પોલીસે જ્યારે બીજાને સલાબતપુરા પોલીસે ઝડપી લીધો છે. નવાબની વાડી કુબેરજી હાઉસ સામે આવેલ હનુમંત નમકીન ઉપરના મકાનમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા ફરસારામ તેમની ૪૮ વર્ષીય પત્ની ગીતાબેન પ્રજાપતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે.

ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર

તેમનો પુત્ર ભરત ઘરેથી સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરતો હોય પહેલા માળે આવેલો રૂમ તેને રહેવા માટે આપી રાખ્યો હતો. રાત્રે 03:30 વાગ્યે ડ્રેનેજ પાઈપની મદદથી પહેલા માળની ખુલ્લી બારીમાંથી ચોર ઘૂસી આવ્યો હતો. તે વખતે જાગી ગયેલા ભરતને ગાલ પર ચપ્પુ મારી ડરાવી તેની પાસેથી લેપટોપ મોબાઈલ ફોન અને હેડફોન ચોરી લીધા હતા. તે વખતે પહેલા માળે કોમન બાથરૂમ માંથી ભરતની માતા ગીતાબેન બહાર આવ્યા હતા. પુત્રને લોહીલુહાણ સ્થિતિમાં જોતા તેમણે અજાણ્યા યુવકને ચપ્પુ સાથે જોતા તેને પકડવાની કોશિશ કરતા ચોરે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેઓ ફસડાઈ પડયા હતા. લૂંટારું મોબાઇલ ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી

આ ગુનાને અંજામ આપનાર આરોપીને મનીષ ઉર્ફે મહેશ દેવીપુજક અનાયાસે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી હતી અને તેને અહીં ચોરી કરવા કરણસિંહ લઈ ગયા હોવાની કબૂલાત વચ્ચે સલાબતપુરા પોલીસે તેને પણ દબોચી લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : માંડવીમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સર્વ સમાજે મૌન રેલી યોજી કરી ન્યાયની માગAravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશAhmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડBandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget