શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાંથી પોલીસને એક કારમાંથી મળ્યાં લાખો રૂપિયા? પોલીસ ગણતાં-ગણતાં થાકી ગઈ?
કોરોનાની મહામારીમાં ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ તંગ બની છે ત્યારે સોમવારે નેશનલ હાઈ-વે નંબર 48 પરથી ગણદેવી પોલીસે એક કારમાંથી 88 લાખ રૂપિયા ઝડપ્યા
કોરોનાની મહામારીમાં ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ તંગ બની છે ત્યારે સોમવારે નેશનલ હાઈ-વે નંબર 48 પરથી ગણદેવી પોલીસે એક કારમાંથી 88 લાખ રૂપિયા સાથે નાશિકની આંગડીયા પેઢીના બે કર્મચારીઓ સહીત ત્રણની ધરપકડ કરી હતી.
નવસારીમાં વાહન ચેકિંગ દરમિયાન ગણદેવી પોલીસે એક કારને અટકાવી તપાસ કરી હતી. તે દરમિયાન તેમાંથી નાસિકથી સુરત તરફ જઈ રહેલા નાસિકના કીર્તિકુમાર અંબાલાલ આંગડીયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી લાખો રૂપિયા ભરેલી બે બેગ મળી આવી હતી. કારમાં આંગડીયા પેઢીના કર્મચારી અને મહેસાણાના કંથારવી ગામે રહેતા વિપુલ પટેલ અને જયેશ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી.
આ દરમિયાન તેમની પાસેના લાખો રૂપિયા અંગે પુરતા પુરાવા ન મળતાં બંને કર્મચારીઓ કાર ચાલક અને નાસિક ખાતે રહેતા મિલિન્દ યશવંત સહિત કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આટલા બધાં રૂપિયા ગણતાં-ગણતાં ભારે જહેમત ઉઠાવી હોય તેવું લાગી રહ્યું છે.
હાઈવે પર પોલીસ ગાડીઓ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન થોડો ટ્રાફિક પણ જોવા મળ્યો હતો. પોલીસે આ ગાડીને રોકીને ચેક કરતાં લાખો રૂપિયા મળ્યાં હતાં. એક સમયે આટલાં બધાં રૂપિયા જોઈને પોલીસ પણ ચક થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement