શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું? જાણો
ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શનિવાર સાંજથી લઈને રવિવાર સાંજ સુધીમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યાં છે.
સાબરકાંઠા જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સાબરકાંઠામાં અત્યાર સુધી 23 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 2 લોકોનાં મોત નિપજ્યાં છે. છેલ્લા એક દિવસમાં નવા કેસ નોંધાયા તેની વાત કરીએ તો, ગઢા ગામના 26 વર્ષિય પુરુષને પોઝિટિવવ આવ્યો છે. જ્યારે ઈડરમાં 30 વર્ષિય મહિલા અને 34 વર્ષિય પુરુષને કોરોના પોઝિટિવ નોંધાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં હાલ 17 પોઝિટિવ દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ સહિતના સ્ટાફ હરકતમાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement