![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
News: મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટનાનું એક વર્ષ પૂર્ણ, પીડિતોના પરિવારજનોએ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ આપી ધરણાં યોજ્યા
મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાનું આજે એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. છતાં કાર્યવાહીમાં સંતોષકારણ જોવા મળી રહી નથી.
![News: મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટનાનું એક વર્ષ પૂર્ણ, પીડિતોના પરિવારજનોએ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ આપી ધરણાં યોજ્યા News: one year complete of morbi julto bridge incident accident, family person got dharna in gandhi ashram News: મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટનાનું એક વર્ષ પૂર્ણ, પીડિતોના પરિવારજનોએ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ આપી ધરણાં યોજ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/a2de259b9d7bf6309954df9ac03eb97c169866436398277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat News: ગુજરાતના મોરબીમાં આજથી એક વર્ષ પહેલા ગોઝારી દૂર્ઘટના ઘટી હતી, આજથી એક વર્ષ પહેલા મોરબી ઝૂલતા પૂલની દૂર્ઘટના ઘટી જેમાં કેટલાય નિર્દોષોના જીવ ગયા હતા, આ ઘટનામાં હવે સંતોષકારક ન્યાય મળે તેવી માંગ સાથે આજે અમદાવાદના ગાંધી આશ્રમમાં પીડિતોના પરિવારજનો સવારથી જ ધરણાં પર બેઠાં છે.
મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાનું આજે એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. છતાં કાર્યવાહીમાં સંતોષકારણ જોવા મળી રહી નથી. આને લઇને અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સવારે 7 થી 2 વાગ્યા સુધી પીડિત પરિવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, આ પછી તમામ લોકો ધરણાં પર બેસ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે મોરબી દૂર્ઘટનાના પરિવારજનોએ ધરણાં યોજ્યા હતા, તેઓ સરકાર પાસે માંગ કરી હતી કે, અત્યાર સુધી થયેલ કામગીરીથી અમને સંતોષ થયો નથી. કોર્ટમાં કાર્યવાહી ઝડપથી ચાલે અને ગુનેગારોને સજા થાય તેવી માંગ છે, સાથે ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ના બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરી હતી.
મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ આજે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કર્યુ હતુ. આ યાત્રા ગાંધી આશ્રમથી નીકળીને મંત્રી નિવાસ ગાંધીનગર સુધી પહોંચી હતી. શ્રદ્ધાંજલિ યાત્રામાં સૌથી વધારે લોકો જોડાયા હતા. મોરબી પૂલ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનની સરકાર પાસે ન્યાય અને આરોપીઓને સખતમાં સખત સજાની માંગ કરવામાં આવી હતી.
ઝૂલતા પૂલ વિશે...
ગઇ 26 ઓક્ટોબર 2022એ મોરબીના આ ઝૂલતા પૂલને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો, અને ત્યારથી સતત 4 દિવસ સુધી ક્ષમતા કરતાં વધારે લોકોનો બોજ ઉપાડ્યા પછી 30 ઓકટોબર અને રવિવારે આ દૂર્ઘટના ઘટી હતી. તે સમયે લોકો હસતાં મુખે ઝૂલતા પૂલ પર ગયા પરંતુ કેટલાય લોકો પાછા ન હતા ફરી શક્યા, કેમકે આ પૂલ અચાનક ધરાશાયી થતાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ માનવીય બેદરકારીએ હજારો લોકોના આનંદને જળસમાધિમાં ફેરવી નાંખી હતી. કોઈએ સ્વજનો ખોયા તો કોઈએ માં-બાપ, કોઈ વિધવા બન્યા તો કોઈ વિધૂર, અનેક બાળકોના માથેથી છત્રછાયા છીનવાઈ ગઈ હતી. આ ગોઝારી દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)