શોધખોળ કરો

રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે

Government forms another municipality: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ ૧૫૯ નગરપાલિકાઓ છે.
  • સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવામાં આવશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક સામાજિક વિકાસની ગતિને વેગ મળશે.

State government new municipality: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહિં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.

આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

એટલું જ નહિં, ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.

ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે.

અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.

ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે. આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

આ પણ વાંચોઃ

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget