શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ગીરનાર પછી વધુ એક પર્વત પર બનશે રોપવે, જાણો કયા જાણીતા ડુંગર પર બનશે રોપવે?

રાષ્ટ્રમાં ગીરનાર પછી હવે જાણીતા ચોટીલા ડુંગર પર પણ રોપવે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત કરી હતી. આજે જ મંજુરી આપી હોવાની મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ચોટીલા ખાતે મા ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર(Saurashtra) માં ગીરનાર (Girnar) પછી હવે જાણીતા ચોટીલા ડુંગર (Chotila Mountain) પર પણ રોપવે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ ચોટીલા રોપ વેની (Chotila Ropeway) મંજૂરી મળી હોવાની વાત કરી હતી. આજે જ મંજુરી આપી હોવાની મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ચોટીલા ખાતે મા ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. જેને કારણે માતાજીના દર્શન કરવા વધુ સરળ બનશે.  

સૌરાષ્ટ્રમાં ગીરનાર પછી વધુ એક પર્વત પર બનશે રોપવે, જાણો કયા જાણીતા ડુંગર પર બનશે રોપવે?

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ગીરનાર પછી હવે જાણીતા ચોટીલા ડુંગર પર પણ રોપવે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત કરી હતી. આજે જ મંજુરી આપી હોવાની મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ચોટીલા ખાતે મા ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. 

કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રીના નામે વિસાવદરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની રજૂઆત

કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રીના નામે વિસાવદરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો, તમે કેશુભાઈને સ્પોર્ટ ના આપ્યો અને આગળ શું થયું એ બધાને ખબર છે. સૂચન અવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરી નિર્ણય કરીશું.

ગુજરાત સરકાર બજાર કિંમતના 6 ટકા ભાવે જમીન આપશે, જાણો આ જમીન લેવા શું કરવું પડશે ?

હવેથી ઉદ્યોગ માટે ગુજરાત સરકારે માત્ર 6 ટકા વાર્ષિક ભાડામાં જમીન આપશે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ હેઠળ ઔદ્યોગિક હેતુ માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે આપવા મહેસૂલ વિભાગે મંગળવારે ઠરાવ પ્રસિધ્ધ કર્યો હતો. આ ઠરાવ અનુસાર હવેથી સરકારી પડતરમાંથી મહત્તમ ૫૦ વર્ષ માટે પૂર્ણ બજાર કિંમતના ૬ ટકા વાર્ષિક ભાડાના અવેજમાં જમીન ફાળવવાનું નક્કી કર્યુ છે.

ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ભાડાપટ્ટા પર આપવામાં આવેલ જમીન પર દર પાંચ વર્ષે 10 ટકા ભાડુ વધશે. ઉપરાંત 50 વર્ષ બાદ નિયમો અનસાર સરકા ભાડપટ્ટો રિન્યુ પણ કરી શકે છે. નવા ઠરાવ અનુસાર ઔદ્યોગિક એકમે લીઝ એગ્રીમેન્ટથી ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાનું રહેશે. આવી જમીનના એપ્રોચ માટેની વ્યવસ્થા ઔદ્યોગિક એકમે કરવાની રહેશે. તેના માટે ખાનગી જમીન સંપાદન કરવી પડે તોય એકમે જ ખર્ચ ઉપાડવાનો રહેશે. લીઝ ઉપર આપેલી જમીન પૂર્વ મંજૂરીથી સબ- લીઝ અથવા સબ- લેટ પણ કરી શકાશે.

મહેસૂલ વિભાગે ચોક્કસ શરતોને આધિન ઔદ્યોગિક એકમને ભાડાપટ્ટેથી આપેલી સરકારી જમીનના લીઝ હોલ્ડ હકો લોનના હેતુ માટે બેંક, નાણાકિય સંસ્થાના તારણમાં મુકવા પણ નવા ઠરાવમાં છુટ આપી છે. જેમાં એકમ લોન ભરપાઈ કરવામાં અસમર્થ રહે ત્યારે વેચાણ કે હરાજી માત્ર લીઝ હોલ્ડ હકોનું જ થઈ શકશે, જમીનનું નહિ તેવી ખાસ સ્પષ્ટતા કરાઈ છે. જમીનનું ભાડુ તથા લાગુ પડતા ઈતરવેરાઓ અગાઉથી ચૂકવવાની શરત સાથે આ ઠરાવમાં નિયત તારીખથી ૯૦ દિવસની મુદ્દત પછી ૧૨ ટકા વ્યાજ વસૂલવાનું પણ કહેવાયુ છે.

લીઝ એગ્રીમેન્ટ થયા પછી ઔદ્યોગિક એકમ પોતાને મળેલી સરકારી જમીન કાયમી ધોરણે એટલે કે વેચાણથી લેવા માંગણી કરે તો સરકાર તે જમીનના પ્રવર્તમાન બજાર કિંમતે નવી, અવિભાજ્ય, વિક્રિયાદી (વેચી ન શકાય તેવી) નિયંત્રીત શરતે ફાળવી શકશે !

ઉત્પાદન ચાલુ હોય ત્યારે બીજી કંપની સાથે મર્જર કે અમાલ્ગેમેશનને તબક્કે પ્રવર્તમાન લીઝના રેન્ટના ૨૦ ટકા પ્રિમિયમ વસૂલવાની શરતે અને લીઝ રેન્ટના ૨૦ ટકા વધારા સાથેનું લીઝ રેન્ટ લાગુ પડશે તે શરતે સરકાર લીઝ એગ્રીમેન્ટ રિવાઈઝ કરી આપશે. એટલુ જ નહી, એકમ ચાલુ કે બંધ હાલતમાં હોય ત્યારે પણ અન્ય ઉદ્યોગકારના હસ્તાંતરને તબક્કે ઉક્ત શરતો જ લાગુ પડશે પરંતુ, તેના માટે નવો એગ્રીમેન્ટ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget