શોધખોળ કરો

ઓખા નગર પાલિકામાં ભાજપે ખોલ્યું ખાતું, વોર્ડ નંબર એકમાં આખી પેનલની જીત

36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે.

અમદાવાદઃ આજે ગાંધીનગર કોર્પોરેશન સાથે ભાણવડ નગરપાલિકા, થરા નગરપાલિકા અને ઓખા નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી પણ થઈ રહી છે. ત્યારે સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ, અને અમિત જતનીયાની થઈ જીત.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી  સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી  પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે

હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે

છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 

ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ

‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ

Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  

Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Embed widget