(Source: ECI/ABP News/ABP Majha)
Omicron variant in Gujarat : દરિયાઇ માર્ગેથી ગુજરાત આવતાં વિદેશીઓ મુદ્દે શું લેવાયો મોટો નિર્ણય?
કંડલા અને મુન્દ્રામાં દરિયાઈ માર્ગે આવતા વિદેશીઓ માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ માટે પોર્ટ પ્રશાશનને તાકીદ કરાઈ.
કચ્છઃ ગુજરાતાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ઓમિક્રોન વાયરસને લઈ આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, જય પ્રકાશશિવહરે, રેમ્યા મોહન હાજર છે. આ સાથે દરિયાઇ માર્ગેથી ગુજરાત આવતાં વિદેશીઓને લઈને પણ સરકારે મોટો નિર્ણય લીધો છે.
કંડલા અને મુન્દ્રામાં દરિયાઈ માર્ગે આવતા વિદેશીઓ માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ માટે પોર્ટ પ્રશાશનને તાકીદ કરાઈ. જહાજમાંથી આવતા ક્રુ મેમ્બરના રિપોર્ટ કરવા માટે પોર્ટ પ્રશાશનને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી. કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનને અટકાવી શકાય તે માટે લેવાયા પગલા. હવાઈ માર્ગે એરપોર્ટ પર આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ થઈ રહ્યા છે.
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં ગુજરાતમાં પણ ફફાટ ફેલાઇ ગયો હતો. જોકે, આજે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકો ચિંતિત થઈ ગયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારી માટેના તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.
ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.
જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે.
આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.