શોધખોળ કરો

Biperjoy cyclone: આ તારીખથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની વર્તાતે અસર, વહીવટ તંત્રે આ જિલ્લાને કર્યાએલર્ટ

બિપરજોય તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 12 તારીખે તે ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થવાની સંભાવનાએ વહીવટી તંત્રએ કેટલાક જિલ્લાને અલર્ટ આપ્યું છે.

Biperjoy cyclone:ગુજરાત નજીક અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાને લઇને  લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. બિપરજોય તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં આ દિશામાં આગળ વધવાની ધારણા છે. બિપરજોય હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 850 કિમી દૂર છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને કારણે હવામાન વિભાગે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. તમામ તાલુકા સ્તરના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ખતરાની નિશાની લગાવવામાં આવી છે.  રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકામાં દરિયામાં ઉછળતા મોજા જોવા મળી રહ્યા છે. વલસાડના તિથલ બીચ, સુરતના ડુમસ, નવસારીમાં  પર પ્રવાસી માટે  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર વાવાઝોડું  હાલ પોરબંદરથી 880 કિમીના અંતરે છે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તે 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતની નજીક આવી શકે છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતના દરિયા કિનારે આવેલા 42 અને વલસાડના 28 ગામો પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદરમાં દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ભાવનગર ઉપરાંત દરિયામાં જોરદાર કરંટ છે. અમરેલી જિલ્લામાં પણ શુક્રવારે પણ 2 નંબરનું સિગ્નલ ચાલુ રહ્યું હતું. દમણ, જામનગરમાં 2 નંબરનું સિગ્નલ અકબંધ રાખવામાં આવ્યું છે.

ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈ CM ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  ગુજરાતમાં અગામી 11 અને 12 જૂન દરમિયાન બિપોરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે. રાજ્ય સરકારે કુદરતી આપતીમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાને લઈ સમીક્ષા કરી હતી. વિડિયો કોન્ફરન્સ યોજી પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા મુખ્યમંત્રીએ કલેક્ટરોને  માર્ગદર્શન આપ્યું હતું.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  

દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર

ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગના મતે  વાવાઝોડું ફંટાઇ શકે છે.  આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે ચક્રવાતી તોફાન.  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. 

બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Embed widget