શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આણંદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા અને ધારારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. તેઓ ઝડપથી સાજા થઈ જનસેવાના કાર્યમાં ફરથી સક્રિય થાય તેવી પ્રભુને પ્રાર્થના.
અગાઉ 17મી નવેમ્બરે કેશોદના ભાજપના નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા છે. આ અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં હર્ષ સંઘવી, કિશોર ચૌહાણ, નિમાબેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોને કોને લાગ્યો છે કોરોનાનો ચેપ? હર્ષ સંઘવી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ કિશોર ચૌવ્હાણ " " " નિમાબહેન આચાર્ય " " " બલરામ થાવાણી " " " પૂર્ણેશ મોદી " " " જગદીશ પંચાલ " " " કેતન ઈનામદાર " " " વી.ડી. ઝાલાવાડિયા " " " રમણ પાટકર " '' મંત્રી " પ્રવીણ ઘોઘારી " " " મધુ શ્રીવાસ્તવ " " " ધર્મેન્દ્રસિંહ જાડેજા " મંત્રી " ગોવિંદ પટેલ " " " અરવિંદ રૈયાણી " " " રાઘવજી પટેલ " " " જયેશ રાદડિયા " મંત્રી " કનુ દેસાઈ " " " જિતુ સુખડિયા " " કનુ પટેલ " " " સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય " ઈમરાન ખેડાવાલા " " " નિરંજન પટેલ " " " કાન્તિ ખરાડી " " " ચિરાગ કાલરિયા " " " ગેનીબેન ઠાકોર " " " રઘુ દેસાઈ " " " પૂનાભાઈ ગામીત " " " નાથાભાઈ પટેલ " " " વીરજીભાઈ ઠુંમર " " " જશુ પટેલ " " " બળદેવજી ઠાકોર " " " હર્ષદ રિબડિયા " " " અંબરીષ ડેર " " " વિમલ ચૂડાસમા " " "आणंद विधानसभा के @INCGujarat के विधायक कांतिभाई सोढा परमार जी कोरोना संक्रमित हुए है। उनके जल्द से जल्द स्वस्थ होकर जनसेवा के कार्यो में पुनः सक्रिय होने की प्रभु से प्रार्थना। pic.twitter.com/j6ugHSvjqK
— Amit Chavda (@AmitChavdaINC) November 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement