(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack: રાજ્યમાં એક જ દિવસમાં નાની વયે હાર્ટ અટેકથી ત્રણ મોત, સાબરકાંઠામાં 40 વર્ષિય ખેડૂતનું મૃત્યુ
નાની વયે હાર્ટ અટેકથી મોતની આજના દિવસની આ ત્રીજી ઘટના છે. સાબરકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયું છે.
Heart Attack: રાજ્યમાં સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. હાર્ટ અટેકથી મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. આજના દિવસે મહેસાણા, રાજકોટ બાદ પ્રાંતિજમાં હાર્ટ અટેકથી વ્યક્તિનું મોત થયુ છે. પ્રાંતિજના સાંપડ ગામના 40 વર્ષિય ખેડૂતનું હાર્ટ અટેકથી નિધન થયું છે.
સાબરકાંઠામાં એક સપ્તાહ જ હાર્ટ અટેકથી મોતનો આ બીજો કિસ્સો છે. પ્રાંતિજના સાંપડ ગામના વ્યકતિનું હાર્ટ એટેકથી અચાનક નિધન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 40 વર્ષિય ખેડૂત ત્રણ પુત્રી,એક પુત્ર સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
આજે રાજકોટ બાદ મહેસાણામાં પણ હાર્ટ અટેકે એક યુવકનો જીવ લીધો. 40 વર્ષિય મહેસાણાનો પ્રહલાદ રાઠોડ મોઢેરામાં ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ પહેલા તેમને ફરજ દરમિયાન એટેક આવતા તે ઢળી પડ્યો હતો. જો કે,એટેક આવ્યા બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે દુર્ભાવ્યવશ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ તેનો જીવ ન બચાવી શકાયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ. અચાનક 40 વર્ષિય પુત્રના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં 32 વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.
આ પણ વાંચો
રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, 8 દિવસથી દરરોજ એક-બે યુવાનના થયા મોત
News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો