શોધખોળ કરો

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

વડોદરા શહેરમાં રાજમહેલ રૉડ પર તાડફળિયા ગરબા મહોત્સવમાં આ ઘટના ઘટી, અહીં તાડફળિયા વિસ્તારમાં ત્રીજા નોરતાની રમઝટ જામી હતી,

News: અત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે, ઠેર ઠેર ખૈલાયાઓ ગરબાની રમઝટ જમાવી રહ્યાં છે, નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, આ હિન્દુ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા અને કોમી એખલાસના દર્શન વડોદરામાં થયા છે. ગઇ કાલે ત્રીજા નોરતે વડોદરામાં એક એવી ઘટના ઘટી જેમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતા જોવા મળી હતી. 

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

ગઇકાલે રાત્રે વડોદરા શહેરમાં રાજમહેલ રૉડ પર તાડફળિયા ગરબા મહોત્સવમાં આ ઘટના ઘટી, અહીં તાડફળિયા વિસ્તારમાં ત્રીજા નોરતાની રમઝટ જામી હતી, પરંતુ બાજુમાં અચાનક એક મુસ્લિમ અગ્રણીનું અવસાન થયુ હતુ. 60 વર્ષીય હૂસેન કોલીવાલાનું રાત્રે 10 વાગે અવસાન થયુ હતુ, જે પછી તેમની અંતિમ યાત્રા પણ રાત્રે જ કાઢવામાં આવી હતી,

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

આ દરમિયાન તાડફળિયા વિસ્તારના ગરબા મહોત્સવમાં કોમી એખલાસ જોવા મળ્યો હતો, જ્યારે હૂસેન કોલીવાલાની અંતિમ યાત્રા નીકળી તો તાડફળિયા શેરી ગરબામાં મુસ્લિમ અગ્રણીના જનાજાને શ્રદ્ધાંજલિ સાથે વિદાય આપવા માટે ગરબાની રમઝટને 30 મિનીટ માટે રોકી દેવામાં આવી હતી. ખાસ વાત છે કે, છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ એકસાથે તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે. 

News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો

ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર, પોલીસ ગરબા બંધ નહીં કરાવે - 

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 

નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.

15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાં મિલકત, આભૂષણો, વાહનો અને ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું હતું કે આ વખતે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોવાથી દેવી હાથી પર સવાર થઈને આવ્યા છે.

દેવી દુર્ગાનું આગમન દુઃખમાંથી મુક્તિ સૂચવે છે. આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હાથીનો સંબંધ વિઘ્નહર્તા ગણેશ અને દેવી મહાલક્ષ્મી સાથે પણ છે. આ કારણથી આ દિવસોમાં કરવામાં આવેલી ખરીદી શુભ રહેશે અને લાંબા સમય સુધી રોકાણ લાભદાયી રહેશે. 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી સર્વાર્થસિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃતસિદ્ધિ અને રવિયોગ તિથિઓ, સમય અને નક્ષત્રો અનુસાર બની રહ્યો છે. આ શુભ સંયોગો સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.

જ્વેલરી, નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બુક કરાવવો એ ખાસ યોગ દરમિયાન લાભદાયક રહેશે. આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે. કાર, સોનું, ચાંદી, કપડાં, વાસણોની ખરીદી શુભ રહેશે. ઘરેણાં, કાર, જમીન, મકાન, ઘરવપરાશની વસ્તુઓ જેવી કે ફ્રીજ, ટીવી વગેરેની ખરીદી શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરીને તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Embed widget