શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લા માટે રાહતના સમાચારઃ એક વ્યક્તિએ આપી કોરોનાને મ્હાત
પોઝિટિવ દર્દીને ૧૦ દિવસની સારવાર બાદ સરકારની ગાઇડલાઇન મુજબ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. સાયલા તાલુકાના નડાળા ગામમાં કોરોના પોઝિટિવ આવેલા ૪૦ વર્ષીય પુરુષે કોરોનાને મ્હાત આપી છે. પોઝિટિવ દર્દીને ૧૦ દિવસની સારવાર બાદ સરકારની ગાઇડલાઇન મુજબ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે.
નડાળા ગામના દર્દીને કોરોના પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 20 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અગાઉ ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, સુરેન્દ્રનગરમાં કુલ 4 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement