શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે. આગામી 3 દિવસ અતિભારે વરસાદ  વરસી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગાંધીનગર:  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે. આગામી 3 દિવસ અતિભારે વરસાદ  વરસી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  આગામી 24 કલાકમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અને તાપીમાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે  સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટ,જામનગર અને અમરેલીમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  9 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના છે.  10 જુલાઈએ સુરતસ વલસાડ, ભરૂચ સહિત અન્ય જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
  
9 જુલાઈએ કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા સહિતના વિસ્તારમાં  અતિભારે વરસાદ વરસી શકે છે. 10 જુલાઈએ ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  જામકંડોરણામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  જ્યારે કપરાડામાં 8 ઈંચ, વાપીમાં 6 ઈંચ અને ખેરગામમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં  23.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 16.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 25.64 અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.26 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

અમદાવાદમાં વરસાદ  

અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ટાગોર કંટ્રોલમાં દોઢ, ચાંદખેડામાં સવા, બોડકદેવમાં દોઢ, સાયન્સ સિટીમાં એક, ગોતામાં એક, સરખેજમાં એક, દુધેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ એવરેજ અમદાવાદમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદને પગલે પીઠાખળી અને વિરાટનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget