શોધખોળ કરો

Banaskantha : ભીલડી રેલવે સ્ટેશનથી પાકિસ્તાની યુવક ઝડપાયો, સાથે કચ્છની યુવતી પણ હતી

ભીલડી રેલવે સ્ટેશનથી પાકિસ્તાની યુવક ઝડપાયો છે. પાકિસ્તાનથી વિઝા પાસપોર્ટ લઈને રાજસ્થાન આવેલો યુવક શરતભંગ કરી યુવતી સાથે ભીલડી સ્ટેશન આવ્યો હતો.

બનાસકાંઠાઃ ભીલડી રેલવે સ્ટેશનથી પાકિસ્તાની યુવક ઝડપાયો છે. પાકિસ્તાનથી વિઝા પાસપોર્ટ લઈને રાજસ્થાન આવેલો યુવક શરતભંગ કરી યુવતી સાથે ભીલડી સ્ટેશન આવ્યો હતો. પાકિસ્તાનના સિંધપ્રદેશ રાજ્યના બદીન જિલ્લાના ટડો બાગોના પ્રભુરામ દેસાઈ લોન્ગ ટાઈમ વિઝા લઈને રાજસ્થાનના ઝાલોરના ભીંનમાલના રબારીઓકી ઢાણી ગામે આવ્યો હતો.

જોકે રાજસ્થાનના અધિકારીઓની પરવાનગી લીધા વગર વિઝાનો શરતભંગ કરી યુવક કચ્છની યુવતી સાથે ભીલડી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ભીલડી આઉટપોસ્ટ રેલવે પોલીસના અધિકારીઓએ યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

અમરેલી: પતિ બચાવવા પત્ની બની રણચંડી, દિપડા સામે બાથ ભીડી બતાવ્યો જીવ

અમેરેલી જિલ્લામાં પત્નીએ દિપડા સામે બાથ ભીડીને પતિનો જીવ બચાવ્યો. અમરેલીના ધારીના શિવળ ગામના ખેતરમાં  દિપડો ઘૂસી આવ્યો હતો.

અમેરેલી જિલ્લામાં પત્નીએ દિપડા સામે બાથ ભીડીને પતિનો જીવ બચાવ્યો. અમરેલીના ધારીના શિવળ ગામમાં દિપડો ઘૂસી આવ્યો હતો અને તેને એક બાદ એક ચાર લોકો પર હુમલો કર્યો. દિપડાએ કરેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન આ દિપડાએ એક શખ્સ પર હુમલો કર્યો હતો. આ સમયે પતિનો જીવ બચાવવા માટે પત્ની કૂદી પડી અને પાવડાથી દિપડા પર હુમલો કરી દીધો.  આ સમય દરમિયાન પત્નીએ પણ થોડી ઇજા પહોંચી હતી અને પાવડાના ઘાથી દિપડો બેભાન થઇ ગયો હતો. ઘટનાની જાણ ઘારી  વનવિભાગને કરાતા, ડીસીએફ સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા, બાદ વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશ કરીને દિપડાને પાંજરે પૂર્યો હતો. બાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જો કે જીવની પરવાહ કર્યાં વિના દિપડા સામે બાથ ભીડનાર બહાદુર મહિલાની ગામનો સૌ કોઇ લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

ધારીના શિવડ ગામે ખુંખાર દિપડાએ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. વહેલી સવારે સરસિયા રેન્જ વિસ્તારમાં પીલુકયા નદી કિનારે વાડી વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો હતો અને  ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પીલુકયા નદી કિનારે વાડી વિસ્તારમાં 70 થી 80 લોકો વસવાટ કરે છે. હુમલા બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી બાદ અમરેલી સિવિલમાં  સારવાર અર્થે  રીફર કરાયા છે. વનવિભાગને જાણ થતાં ત્રણ કલાકની જહેમત બાદ દિપડાને પાંજરે પૂર્યો હતો.

Amreli Accident : બોલેરોનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, સગાઈ પ્રસંગે જતાં પરિવારને નડ્યો અકસ્માત

Amreli Accident :  અમરેલીના ગોખરવાળા અને લાપાળીયા નજીક અકસ્માત સર્જાયો છે. અમરેલીના ગોખરવાળા અને લાપાળીયા નજીક સર્જાયો અકસ્માત પિક અપ બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયો હતો. અક્સ્માતમાં વિજપડી પાસે આવેલું છાપરી ગામેથી બાબરા સગાઈ કરવા જતા હતા. જતાં રસ્તામાં નડ્યો અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 6થી 7 લોકો ઘાયલ.

અમુક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત ઘાયલ ઈજાગ્રસ્તોને ચાર 108 મારફતે લઈ જવાયા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Surendranagar Crime News: સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સડલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મુળી પોલીસ મથકે કમ્પાઉન્ડ માં અવાવરૂ જગ્યા પાસે જાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું હતું.  યુવકના આ પગલાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

સોશિયલ મીડિયામાં ઓળખ થયા બાદ મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી છોડીને જતાં રહેતા આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત અન્ય ૩ થી ૪ યુવકોને પણ યુવતીએ ફસાવી મોટી રકમ ખંખેરી હોવાનું પણ લખ્યું છે. પોલીસ દ્વારા યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેણે સુસાઇડ  નોટમાં કરી છે. હીરલ નામની પ્રેમિકા ઉપર યોગ્ય  કાર્યવાહી કરવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે, આજથી લગભગ બે વર્ષ પહેલા મારી મુલાકાત ખંભાળીયાની (જામ) હીરલેબન દીપકભાઈ સાથે થઈ હતી. અમે સોશિયલ મીડિયાથી વાત કરતા હતા. તેમાંથી અમારો સંબંધ લાગણીશીલ થઈ ગયો હતો અને એ મારા પ્રેમમાં ડૂબી ગઈ હતી. જેની અસર મને પડી હતી. મારા વીડિયો કોલ અને ફોટાનો બધો ડેટા તેણે એના ફોનમાં સેવ કરી લીધો હતો. જેના લીધે મારે તે કહે તેમ કરવું પડતું હતું. તેની હવસ બુજાવવા તેણે મારો ઉપયોગ કર્યો.  તા. 25-04-2022ના રોજ અમે મૈત્રી કરાર કરીને રહેવા લાગ્યા. તેને પાછી લાવવા તેના પતિ દીપકભાઈ નાનજીભાઈ કટેશીયાએ ખૂબ પ્રયત્ન કર્યા, જેના ચક્કરમાં મારા પિતા દેવજીભાઈ જેશીંગભાઈનું મૃત્યું થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget