શોધખોળ કરો

Indian Fisherman News : પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને કર્યો જેલ મુક્ત, હજુ 467 માછીમારો કેદ

પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. 198માંથી 183 ગુજરાતના છે.

Indian Fisherman News :પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. 198માંથી 183 ગુજરાતના છે.

પાકિસ્તાને 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો બે દિવસમાં વેરાવળ પહોંચશે. 198માંથી 183 ગુજરાતના છે. તમામ માછીમારો કરાંચીથી વાઘા બોર્ડર જવા રવાના થઈ ગયા છે.  ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ લવાશે. જો કે ચિંતાજનક બાબત એ છે કે હજું પણ  467 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તો 1169 બોટ  પણ પાકિસ્તાનના કબ્જામાં છે.

ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું  હતું કે,  ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આત્મનિર્ભર બન્યા છે. રાજ્યના વધુમાં વધુ માછીમારો સુધી રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી મત્સ્યોદ્યોગ ખાતા સાથે જોડાયેલા દરેક વ્યક્તિની છે.

GANDHINAGAR: ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે

GANDHINAGAR: શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્ય દ્વારા કહેવાયેલું આ વાક્ય વર્ષોથી સાર્થક થતું હોય તેમ દેશના પ્રધાનમંત્રીની લઇને રાષ્ટ્રપતિ પણ શિક્ષકોને સન્માન આપતા રહ્યા છે. વધુ એક આવી ઘટના ગુજરાતમાં બનવા જઈ રહી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ રાષ્ટ્રીય અધિવેશન 12 અને 13મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે. અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી 80 હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

વર્ષ 1954માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કુલ 28 રાષ્ટ્રીય અધિવેશન યોજાયા અને હવે શુક્રવારથી 29માં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શરૂઆતમાં દર વર્ષે અને ત્યારબાદ દર બે વર્ષે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન યોજાતા રહ્યા. ક્યારેક કેટલાક વર્ષોના અંતરે પણ અધિવેશન યોજાયા છે.  દેશના વિવિધ રાજ્યોમાં આ અધિવેશન યોજાતા રહ્યા છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ગુજરાત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બન્યું છે.

ભૂતકાળમાં ક્યાં અને ક્યારે અધિવેશન યોજાયું હતું.?

1954  નાગપુર- મહારાષ્ટ્ર 
1955 જગન્નાથપુરી-ઓરિસ્સા 
1956 કાનપુર-ઉત્તરપ્રદેશ 
1957 કલકત્તા-પશ્ચિમ બંગાળ 
1959 મુંબઈ મહારાષ્ટ્ર
1962 ગૌહાટી-આસામ
1964 પટના-બિહાર
1968 હૈદરાબાદ 
1971 જલંધર;પંજાબ
1975 દિલ્હી
1977 મુંબઈ-મહારાષ્ટ્ર
1979 ચેન્નાઇ-તામિલનાડુ
1981 ન્યુ દિલ્હી
1984 પટના-બિહાર
1986 ન્યુ દિલ્હી
1988 ન્યુ દિલ્હી
1990 હરિદ્વાર-ઉત્તરપ્રદેશ
1994 ચેન્નાઈ-તામિલનાડુ
1996 ભુવનેશ્વર-ઓરિસ્સા 
1998 ત્રિચુર-કેરાલા
2000 આનંદપુર-પંજાબ
2002 બેગ્લોર-કર્ણાટક
2005 નાગપુર-મહારાષ્ટ્ર
2007 જયપુર-રાજસ્થાન
2010 કુરુક્ષેત્ર-હરિયાણા
2013 ગૌહાટી-આસામ
2015 બેંગ્લોર-કર્ણાટક
2018 બૌધ ગયા -બિહાર 

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ 24 રાજ્યો સાથે સંલગ્નતા ધરાવે છે. દેશના 30 લાખ પ્રાથમિક શિક્ષકો આ સંગઠન સાથે જોડાયેલા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં કુલ 24 જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. આમ કુલ 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે.  આ અધિવેશનમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષણ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં શિક્ષકોને પડી રહેલી તકલીફ અને શિક્ષણમાં નવી કામગીરી બાબતે પણ એક બીજા સાથે ચર્ચા કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget