શોધખોળ કરો

Panchmahal Accident: ગોધરામાં બે બસ વચ્ચે ગમખ્વારમાં બે મહિલાના મોત, 15 મુસાફરો ઘાયલ

Panchmahal Accident News: કંકુ થાંભલા બાયપાસ રૉડ પર પુરપાટ ઝડપે દોડતી બે લક્ઝરી બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે

Panchmahal Accident News: પંચમહાલના ગોધરમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, બે બસો વચ્ચે અકસ્માત થતા બે મહિલાના મોત થયા છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના જિલ્લાના કંકુ થાંભલા બાયપાસ રૉડ પર ઘટી, હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને વડોદરામાં સારવાર અર્થે ખસેડાયા છે. 

પંચમહાલ જિલ્લાના કંકુ થાંભલા બાયપાસ પાસે બે બસો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે, ગોધરામાં આજે બે બસ વચ્ચે અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. કંકુ થાંભલા બાયપાસ રૉડ પર પુરપાટ ઝડપે દોડતી બે લક્ઝરી બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આ બસમાં સવારે બે મહિલાના તાત્કાલિક મોત થયા હતા, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં આ ઇજાગ્રસ્ત લોકોને વડોદરાની હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત

સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આજે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માત માં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર લોકો ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની 4 ક્ષત્રિય મહિલાઓ એ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેઝરી ગામ પાસે ડમ્પર-અલ્ટ્રોઝ કારની ભીષણ ટક્કર

અકસ્માતની આ ઘટના સુરેન્દ્રનગર-માલવણ (પાટડી) હાઈવે પર ઝેઝરી ગામ નજીક બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત અલ્ટ્રોઝ કાર માલવણ તરફથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. તે જ સમયે, સામેની દિશામાંથી પુરપાટ ઝડપે (માંતેલા સાંઢની માફક) આવી રહેલા ડમ્પર સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તમામ મૃતક મહિલાઓ લખતર તાલુકાના ડેરવાળા ગામની રહેવાસી હતી અને ધાર્મિક સ્થળ ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહી હતી.

તત્કાળ બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી

આ ગોઝારા અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ બજાણા પોલીસ સ્ટેશન નો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમે ટ્રાફિક ક્લિયર કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક પુરુષ ને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતક ચાર મહિલાઓના મૃતદેહો ને પોલીસે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં થયો, તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget