Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Panchmahal: પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2024માં 600થી વધુ લગ્નની નોંધણી થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાનના લગ્ન નોંધણીનો કોઈ રેકોર્ડ હજુ સુધી તપાસ ટીમને મળ્યો નથી. જાંબુઘોડા તાલુકામાં આવેલા કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના ગંભીરના આરોપો બાદ પ્રશાસનની ટીમ દોડતી થઈ હતી.
તપાસના ભાગરૂપે કણજીપાણી,કરા,ઉઢવણ,રામપુરા ગ્રામ પંચાયતોના રેકોર્ડ કબ્જે લેવામાં આવ્યા હતા. તાલુકા સ્તરની ટીમે રેકર્ડની તપાસ કરી તો જાણવા મળ્યું કે, વર્ષ 2024 દરમિયાન 600 થી વધુ લગ્ન નોંધણી કરવામાં આવી હતી. સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે વર્ષ 2025માં થયેલી લગ્ન નોંધણીના કોઈ પણ દસ્તાવેજી પુરાવા કે આધારભૂત રેકર્ડ ગ્રામ પંચાયતમાંથી મળ્યા નથી. ગાયબ થયેલા રેકર્ડ પાછળ કોઈ ષડયંત્ર હોવાની પણ અશંકા પ્રબળ બની છે. સમગ્ર કૌભાંડ બાદ તત્કાલિક તલાટી મંત્રી એ.કે. મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા.
વર્ષ 2024 દરમિયાન 600થી વધુ લગ્ન નોંધણી કર્યાનો ખુલાસો
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલા કણજી પાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના ગંભીર આક્ષેપોને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસના ભાગરૂપે કણજીપાણી, કરા, ઉઢવણ,રામપુરા, એમ કુલ ચાર ગ્રામ પંચાયતોના રેકોર્ડ કબ્જે લેવામાં આવ્યા છે. તાલુકા સ્તરની ટીમ તરફથી લગ્ન નોંધણીના રેકોર્ડની હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં જ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે, જે કૌભાંડની આશંકાને વધુ મજબૂત કરે છે. બોગસ લગ્ન નોંધણીના આક્ષેપ બાદ તાલુકા સ્તરેથી રચાયેલી તપાસ ટીમે કણજી પાણી ગ્રામ પંચાયતના રેકર્ડની ચકાસણી શરૂ કરી હતી. જેમાં વર્ષ 2024 દરમિયાન 600થી વધુ લગ્ન નોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ ટીમના મતે, સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે વર્ષ 2025માં થયેલ લગ્ન નોંધણીના કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા કે આધારભૂત રેકોર્ડ ગ્રામ પંચાયતમાંથી મળી આવ્યા નથી. જેને લઇ તપાસ ટીમે હવે વર્ષ 2025માં થયેલ લગ્ન નોંધણી રેકોર્ડ મેળવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ગાયબ થયેલા રેકોર્ડ પાછળ કોઈ ષડયંત્ર છે કે પછી દસ્તાવેજોનો નાશ કરાયો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.





















