Sabarkantha: પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી! અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે.
![Sabarkantha: પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી! અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી Part of side of newly constructed bridge collapsed on ahmedabad-Udaipur National Highway Sabarkantha: પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી! અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/2a005d854a51f2fc3a00decf25bb96791687000703893397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે. સાબરડેરી પાસે નવનિર્મિત નેશનલ હાઇવે પરના બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી થયો છે. આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
મહિનાથી સવા મહિના પહેલા જ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને લઇ બ્રિજનો છેડાનો ભાગ ધરાશાયી થયો છે. છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયથી નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. જો કે, આ પહેલા પણ રાજ્યમાં એક બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું નહોતુ. આમ એક બાદ એક બ્રીજ તૂટવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
પાલનપુર-આબુ હાઈવે બંધ
બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે. જ્યારે વાવ, થરાદ, દિયોદર અને વડગામમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે પાલનપુર-આબુ હાઈવે બંધ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા અને આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નિચાણ વાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી તોફાનને કારણે કેટલીક દુકાનોના સેડના પતરાઓ ઉડી ગયા છે. વીજપોલ અને ટેલીફોન પોલ પણ તુટી પડ્યા છે. બસ સ્ટેશન પાસે સર્વોદય સોસાયટીના રસ્તા પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે.
થરાદ ડીસા હાઇવે, રેફરલ ચાર રસ્તા, ટેલીફોન એક્સચેન્જ પાસે અને બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવાં નીર આવ્યાં છે. આબુરોડ સુધી બનાસ નદીનાં નીર પહોંચ્યાં છે. જ્યારે પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા છે. એટલું જ નહીં થરાદની સોમનાથ સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જ્યારે જિલ્લાના અનેક નાના માર્ગો નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)