શોધખોળ કરો
Advertisement
અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલટી મારતા 9ના મોત, 17 લોકો ઘાયલ
પેસેન્જર ભરેલી જીપ અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલ્ટી મારી ગઈ. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા.
બનાસકાંઠા: અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ વધુ એક વખત જીવલેણ સાબિત થયો છે. એક પેસેન્જર ભરેલી જીપ પલટી જતાં નવ લોકોના મોત નીપજ્યા છે. 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 17 જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને મહેસાણા અને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેસેન્જર ભરેલી જીપ અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલ્ટી મારી ગઈ હતી. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા. જોઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યાં હતા.
અંબાજી: ત્રિશૂલિયા ઘાટ પાસે બ્રેક ફેઈલ થતાં જીપ પલટી, 9 લોકોના મોત, જુઓ વીડિયો
આ અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. મૃતકો વડગામ તાલુકાના ભલગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement