શોધખોળ કરો

પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ

આરોપીઓના સરઘસમાં બેદરકારી અને નિર્દોષોને માર મારવાના આક્ષેપ બાદ હસમુખસિંહ, અતુલકુમાર, કુલદીપકુમાર અને કિરણભાઈને કરાયા સસ્પેન્ડ; કાર્યવાહી થતાં 23 માર્ચનું મહાસંમેલન રદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જીલીયાકાંડ બાદ LCBના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા.
  • નિર્દોષ લોકોને માર મારવા બદલ કાર્યવાહી કરાઈ.
  • ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ પગલાં.
  • મહાસંમેલન મોકૂફ રખાયું, સમાજ દ્વારા નિર્ણય.
  • ૪ પોલીસકર્મી સસ્પેન્ડ: પાટણના જીલીયાકાંડમાં LCB ના ૪ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા.
  • નિર્દોષોને માર: પોલીસ પર સરઘસમાં બેદરકારી અને નિર્દોષોને માર મારવાનો આક્ષેપ છે.
  • અલ્પેશ ઠાકોરનો વિરોધ: ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોલીસની આ એકતરફી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો.
  • SP નો સપાટો: રજૂઆત બાદ SP એ તાત્કાલિક એક્શન લઈને પોલીસકર્મીઓ સામે પગલાં લીધા.
  • મહાસંમેલન રદ: યોગ્ય કાર્યવાહી થતાં ૨૩ માર્ચનું ઠાકોર સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું.

Patan Ziliyakand: પાટણમાં બનેલા ચકચારી જીલીયાકાંડ મામલે પોલીસની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ઉગ્ર રજૂઆત બાદ પાટણ જિલ્લા પોલીસ વડા (SP) એ મોટી કાર્યવાહી કરતા LCB ના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા સમયે દાખવેલી બેદરકારી અને નિર્દોષ લોકોને માર મારવાના ગંભીર આક્ષેપોને પગલે આ એક્શન લેવામાં આવ્યા છે. SP ની આ કડક કાર્યવાહી બાદ, ન્યાય માટે 23 માર્ચે યોજાનારું ઠાકોર સમાજનું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જીલીયાકાંડ બાદ પોલીસે કેટલાક આરોપીઓને પકડીને જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો. પરંતુ, આ કાર્યવાહી પર ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સવાલો ઉઠાવીને પોલીસ પર એકતરફી કામગીરી કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્સ્ટેબલોએ માત્ર ગુનેગારોને જ નહીં, પરંતુ કેટલાક નિર્દોષ લોકોને પણ જાહેરમાં ઢોર માર માર્યો છે, જે બિલકુલ ચલાવી લેવાય નહીં.

અલ્પેશ ઠાકોરે પાટણ SP સાથે મુલાકાત કરીને આક્રમક માંગ કરી હતી કે જો કાયદાનો દંડો બતાવવો જ હોય તો બંને જૂથના નામાંકિત ગુનેગારોના સરઘસ નીકળવા જોઈએ. નિર્દોષ વ્યક્તિઓએ જે માર ખાધો છે તેમને ન્યાય મળવો જ જોઈએ અને આવા પોલીસ કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ રજૂઆત બાદ SP એ ફરજમાં બેદરકારી દાખવવા બદલ LCB માં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ - હસમુખસિંહ, અતુલકુમાર, કુલદીપકુમાર અને કિરણભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસના મારનો ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજ દ્વારા 23 માર્ચના રોજ એક વિશાળ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. પરંતુ, અલ્પેશ ઠાકોર અને સમાજના આગેવાનોની SP સાથેની સકારાત્મક મુલાકાત અને ત્યારબાદ 4 પોલીસકર્મીઓ પર લેવાયેલા આ સસ્પેન્શનના કડક પગલાંને પગલે, હવે સમાજે આ સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

Frequently Asked Questions

પાટણમાં જીલીયાકાંડ મામલે LCB ના કેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

પાટણ LCB ના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કર્મચારીઓને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતી વખતે દાખવેલી બેદરકારી અને નિર્દોષ લોકોને માર મારવાના ગંભીર આક્ષેપોને પગલે તેમને સસ્પેન્ડ કરાયા છે.

પોલીસ કાર્યવાહી સામે કોણે વાંધો ઉઠાવ્યો હતો?

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોલીસ પર એકતરફી કામગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને નિર્દોષ લોકોને માર મારવાની વાત કરી હતી.

પોલીસ કાર્યવાહી બાદ ઠાકોર સમાજે શું નિર્ણય લીધો છે?

SP દ્વારા લેવાયેલા પગલાં બાદ, પોલીસના મારનો ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે 23 માર્ચે યોજાનારું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget