શોધખોળ કરો
Advertisement
જામનગરઃ 80 કરોડની જગ્યા પર કબ્જો કરતા TGES સામે પટેલ મહિલાઓના ધરણા
જામનગરઃ રાજકોટ હાઈવે પર ચેંબર હૉલ નજીક સમસ્ત કડવા પાટીદાર સમાજની કરોડોની કિંમતની જમીનનો સમાજના ટ્રસ્ટીઓએ કબજો સાંભળી જગ્યાનું વ્યાપારીકરણ કર્યાના આક્ષેપથી કડવા પાટીદાર સમાજમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. ધ ગેલેકસી એજ્યુકેશન સિસ્ટમ TGES નામની શૈક્ષણિક સંસ્થા ઉભી કરીને તેનું વેપારી કરણ કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ રોડ પર ચેંબર હૉલ નજીક માં આવેલી સમસ્ત કડવા પાટીદાર સમાજ ની 2 લાખ 55 હજાર ફૂટની અંદાજે 80 કરોડની જગ્યા પર ટ્રસ્ટીઓએ કબજો કરી તેનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ સમાજના લોકોએ ટ્રસ્ટીઓ પર આરોપ લગાવી ધરણા પર ઉતરી ગયા છે.
સમાજના આગેવાનોએ વિવાદાસ્પદ જગ્યા સામે જ મોરચો માંડી ઉપવાસ છાવણી શરૂ કરી છે. જેમાં માત્ર સમાજ પુરુષો જ નહીં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. અને શિક્ષણના નામે કરવામાં આવતો વેપાર બંધ કરી સમાજના બાળકોને ફ્રીમાં શિક્ષણ મળે તેવી માંગણી કરી હતી.
કડવા પટેલ પાટીદાર સમાજ ની જગ્યા પર ધ ગેલેકસી એજ્યુકેશન સિસ્ટમ ટીજીઈએસ ના નામે રાજકોટ ના માતબર ટ્રસ્ટીઓ એ મોંઘી સ્કૂલ ફી વસૂલી શરૂ કરેલ સ્કૂલ ના ટ્રસ્ટીઓ માં ના એક ટ્રસ્ટી અને પૂર્વ એસટી નિગમ ના ચેરમેન બી એચ ઘોડાસરા જ્યારે સમાધાન ના ભાગ માટે ઉપવાસી છાવણી પર આવી પહોંચ્યા ત્યાએ તેમણે સમાજ ના લોકો ના રોસ નો ભોગ બનવું પડ્યું હતું અને પાટીદાર સમાજ ના લોકો એ તેમણે બોલતા અટકાવ્યા હતા
જામનગર માં કડવા પાટીદાર સમાજની 80 કરોડની જમીન પર માતબર ટ્રસ્ટીઓ દ્વારા કબજો જમાવી લેવાનો મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અને સમાજના વિદ્યાર્થીઓ માટે "ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો" જેવી હાલત થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement